News Updates
GUJARAT

100 વર્ષ બાદ હોળી પર થવા જઇ રહ્યુ છે ચંદ્રગ્રહણ, શું હોલિકા દહન નહીં થઇ શકે ?

Spread the love

ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન માટે 1.20 કલાકનો શુભ સમય બની રહ્યો છે. આ સાથે હોલિકા દહન પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ પણ બની રહ્યો છે.

રંગોના તહેવાર હોળી પર ન તો ચંદ્રગ્રહણની કોઈ અસર થશે અને ન તો ભદ્રાની હોળીકા પર કોઈ અસર થશે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન માટે 1.20 કલાકનો શુભ સમય બની રહ્યો છે. આ સાથે હોલિકા દહન પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ પણ બની રહ્યો છે. કાશી સહિત સમગ્ર દેશમાં 24 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે. ધુળેટીના દિવસે 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ થવાની સંભાવના છે, જો કે ભારતમાં તે દેખાવાનું નથી તેથી કોઈ અસર જોવા મળશે નહીં.

ફાગણ પૂર્ણિમા 24 માર્ચે સવારે 8:13 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 25 માર્ચે સવારે 11:44 વાગ્યા સુધી ચાલશે. 24 માર્ચ, હોલિકા દહનના દિવસે, ભદ્રા સવારે 9:55 થી શરૂ થઈને રાત્રીના 11:13 સુધી ભદ્રાની છાયા રહેશે. હોલિકા દહન સમયે નહીં હોય. હોલિકા દહન ભદ્રા પછી રાત્રે 11:13 થી 12:33 વચ્ચે થશે. હોલિકા દહનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગની બનવા જઇ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7:34 થી બીજા દિવસે સવારે 6:19 સુધી છે. રવિ યોગ રવિ યોગ સવારે 6:20 થી 7:34 સુધી રહેશે.

મુહૂર્ત ચિંતામણિની ગણતરી મુજબ, જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કોઈ વિશેષ તહેવારના સમયગાળામાં આવે છે, તો આ નક્ષત્ર ધન-ધાન્યમાં વધારો કરનાર માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોલિકા દહન માટે માત્ર 1.20 કલાકનો સમય હશે.

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં

કેલેન્ડર મુજબ વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થઈ રહ્યું છે. ઉપચ્છાયા ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 3:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કારણે તેની કોઈ અસર નહીં થાય.તેથી ગ્રહણ નિયમ પાળવા જરૂર નહીં રહે.જ્યોતિષની ગણતરી મુજબ 1924માં પણ હોળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું.ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર સિંહ રાશિમાં રહેશે જ્યારે રાહુ અને સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે.


Spread the love

Related posts

ગાજવીજ સાથે તૂટી પડ્યો,અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો

Team News Updates

 કોઠાસુઝ પ્રગતિશીલ ખેડૂત:’બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ’ તાલુકાકક્ષાનો મેળવી ચુક્યા છે, વઢવાણના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે

Team News Updates

બર્થડે પાર્ટી ઉજવી પરત ફરી રહેલા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2ના યુવકના મોત, 3 ઘાયલ

Team News Updates