News Updates
AHMEDABAD

ગુજકેટની પરીક્ષા આવતીકાલે રાજ્યભરમાં :હોલ ટિકિટ સાથે આઇડી કાર્ડ ફરજિયાત;સવારના 10થી 4 વાગ્યા સુધી 3 સેશનમાં વિદ્યાર્થીઓની કસોટી

Spread the love

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે હવે આવતીકાલે રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા છે. સવારથી બપોર સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ સાથે રાખવાનું રહેશે.

સંપૂર્ણ પરીક્ષા OMR આધારે જ રહેશે
ધોરણ 12 બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી તેમડ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વર્ષ 2017થી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાશે. સંપૂર્ણ પરીક્ષા OMR આધારે જ રહેશે. સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરોક્ષ યોજાશે. 10થી 12 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. 1થી 2 વાગ્યા સુધી જીવ વિજ્ઞાનની પરીક્ષા યોજાશે અને 3થી 4 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે પોતાનું એક આઇડી કાર્ડ પણ સાથે રાખવાનું રહેશે.


Spread the love

Related posts

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates

અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત, પોલીસે ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ

Team News Updates

લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો,32 વર્ષીય આ ગુજરાતીએ,કમાણી છે 200,00,00,000 રૂપિયા

Team News Updates