News Updates
RAJKOT

અન્નત્યાગ: હવે સમાધાન જોઇતું જ નથી,રાજકોટમાં પદ્મિનીબા વાળાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી કહ્યું- હું મારા સમાજ સાથે છું

Spread the love

ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદની માંગણી સાથે અન્નત્યાગ કરી આંદોલનના મંડાણ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજનક છે. અમારી એક જ માગ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.

કરણી સેનાના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજની ચારથી પાંચ મહિલાઓ સાથે આજે સવારે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા જે બાદ તેમને માતાજીના દર્શન કર્યા હતા. આ પછી તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ સમાધાનની ખાનગી બેઠકમાં માફી માગી જે અમને ગ્રાહ્ય નથી. જેથી હવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી ઉગ્ર લડત ચાલુ રહેશે.

જે બાદ ક્ષત્રિય સમાજની આ મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી. બાદમાં રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્ટેટના રાજવીઓએ રૂપાલાને ફોન કર્યા હતા અને નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે પછી રૂપાલાએ વીડિયો જાહેર કરી માફી માગી હતી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા સંમેલનમાં પણ રૂપાલાએ માફી માગી હતી. જોકે તે બાદ પણ વિરોધ યથાવત છે.

અમદાવાદ ખાતે ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ નહોતું અપાયું, પરંતુ મીડિયાના અહેવાલો બાદ પદ્મિનીબાને આમંત્રણ અપાયું છે. પદ્મિનીબા વાળા બેઠકમાં ભાગ લેવા અમદાવાદ જવા રવાના થયા છે. જે બાદ પદ્મિનીબાએ કહ્યું કે, અમારી માગ તો રૂપાલાની ટિકિટ રદની જ રહેશે. અન્નનો ત્યાગ પણ યથાવત રહેશે. બેઠકમાં કોઈપણ નિર્ણય લેવાય પણ અમારી માગ ટિકિટ રદ્દ કરવાની જ રહેશે.


Spread the love

Related posts

લસણ-ડુંગળીનો ત્યાગ કરે છે,320 કારીગરો રોજ 14 કલાક કામ કરે છે, એક ટાઈમ ખાય છે રથ નિર્માણ શરૂ ભગવાન જગન્નાથની યાત્રા માટે

Team News Updates

RAJKOT:400થી વધુ લોકોને પોઈઝનિંગ,રાજકોટના ગોખલાણા ગામમાં

Team News Updates

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો

Team News Updates