News Updates
NATIONAL

GODHRA GIDC: આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન, ગોડાઉનમાં આગ ભભૂકતા અફરાતફરી મચી

Spread the love

ગોધરાની જીઆઇડીસીમાં આવેલી બોમ્બે ચોપાટી નામની દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન. ગોધરા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા. આગની ઘટનાને પગલે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં અફરાતફરી માહોલ સર્જાયો. આગ વિકરાળ હોવાના કારણે હાલોલ, કાલોલ અને લુણાવાડાના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી. હાલ ચાર ફાઈટર ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા છે અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આગની ઘટનાને લઈને ગોધરા પ્રાંત અધિકારી ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા.

ગોધરા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમના ગોડાઉનમાં પ્લાસ્ટિકના શેડમાં આગ લાગતા બનાવને લઈને ગોધરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. આખા ગોડાઉનને આગે ઝપેટમાં લેતા પાણીનો મારો ચલાવી આગને કાબૂના કરવાના પ્રયાસો શરૂ કરાયા. આઇસ્ક્રીમના ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના ગોડાઉન વાળાએ પોતાનો સામાન ખાલી કર્યો. આગ વિકરાળ હોવાના કારણે હાલોલ કાલોલ લુણાવાડાના ફાયર બ્રિગેડને ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી.


Spread the love

Related posts

સિદ્ધારમૈયા CM, ડીકે ડેપ્યુટી સીએમ+2 મંત્રાલય+પ્રદેશ અધ્યક્ષ:હાઇકમાન્ડ થોડીવારમાં જાહેરાત કરશે; આવતીકાલે શપથ ગ્રહણ, બેંગલુરુમાં તૈયારીઓ શરૂ

Team News Updates

વૈજ્ઞાનિકોએ રિક્રિએટ કર્યો દુનિયાનો સૌથી ડરામણો અવાજ, જેને સાંભળીને કંપી જાય છે લોકોની રૂહ

Team News Updates

Banaskantha:ફ્રીજના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી,વડગામ માર્કેટ યાર્ડમાં

Team News Updates