News Updates
RAJKOT

RAJKOT:16 વર્ષીય છાત્રાને ફોસલાવી ગેરેજ સંચાલકે હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

Spread the love

રાજકોટ શહેરમાં દુષ્‍કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. 16 વર્ષની છાત્રાને ગેરેજ સંચાલક શખસે રસ્‍તામાંથી ગાડીમાં બેસાડી બસ સ્‍ટેશન પાછળની હોટલમાં લઇ જઇ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં અંતે સગીરાએ પરિવારજનોને વાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બી-ડિવીઝન પોલીસે ભોગ બનેલી છાત્રાના વાલીની ફરિયાદ પરથી, મૂળ ખેરડીના અને હાલ રાજકોટ રહેતાં દિવ્‍યેશ જીતુભાઇ આસોદરીયા વિરુદ્ધ આઇપીસી 363, 376(2) (એન), 506(2) તથા પોક્‍સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન ભોગ બનેલી સગીરા સ્કૂલે જતી ત્‍યારે આરોપી દિવ્‍યેશ પાછળ પાછળ જતો હતો. એ પછી તેણે એક દિવસ બાળાને રસ્‍તામાંથી પોતાની ગાડીમાં બેસાડી લીધી હતી અને બસ સ્‍ટેશન પાછળની હોટેલમાં લઇ ગયો હતો. જ્‍યાં તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો.

અવારનવાર આ મુજબ દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાખશે તેવી ધમકી આરોપી દિવ્‍યેશે સગીરાને આપી હતી. જેથી ડરીને સગીરાએ કોઇને જાણ કરી ન હતી. આખરે હિંમત કરી સગીરાએ બનાવ અંગે પરિવારજનોને જાણ કરતાં તેના વાલી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે અપહરણ, બળાત્‍કાર, પોક્‍સો, ધમકી હેઠળ ગુનો નોંધી આરોપી દિવ્‍યેશ આસોદરીયા (ઉં.વ.23)ની અટકાયત કરી તપાસ તજવીજ હાથ ધરી હતી.


Spread the love

Related posts

3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ

Team News Updates

RAJKOTમાં SHIMLA અને MANAL જેવો માહોલ, રોડ રસ્તા પર બરફની ચાદર જોવા મળી

Team News Updates

60 લાખનો સોનાનો હાર પહેરાવ્યો રાજકોટમાં શ્રીજીને:‘જે.કે. ચોક કા રાજા’ને ડાયમંડનો શણગાર, વૈદિક પુરાણની થીમ સાથે AC વાળા ડોમ

Team News Updates