News Updates
KUTCHH

GUJARAT:વાસુકી નાગના મળ્યા અવશેષો કચ્છમાંથી,વૈજ્ઞાનિકોએ અશ્મિ સીલ કર્યા,ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ છે મોટા

Spread the love

ગુજરાતમાં વાસુકી નાગના અશ્મિ મળી આવ્યા છે. તે લગભગ 4.70 કરોડ વર્ષ જૂનું છે. આ વિશાળકાય સાપ T.Rex ડાયનાસોર કરતા પણ મોટો હતો. તેની લંબાઈ ઓછામાં ઓછી 49 ફૂટ હતી. સમુદ્ર મંથનમાં આ સાપનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદાર પર્વતની આસપાસ વાસુકી નાગને વીંટાળીને સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ નાગ નથી. તેમજ T.Rex એ ડાયનાસોરના યુગનો એક વિશાળ ડાયનાસોર ન હતો. કચ્છની પણંધરો લાઈટનાઈટ ખાણમાંથી વાસુકી નાગના અશ્મિ મળી આવ્યા છે.

​આ એ જ સાપ છે, જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. તેની મદદથી મંદાર પર્વતને મંથન ચક્રની જેમ ફેરવવામાં આવ્યો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે.

કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) માં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબોજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઇ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે. ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધકો દેબોજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટીફિક રીપોર્ટસ’માં પ્રગટ કરવામાં આવ્યુ છે.

જે બાદ સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે.આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓનુ ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ-કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુ સહિતના મળી આવ્યા હતા.

આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના છે. વાસુકીનું નામ હિંદુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાગૈતિહાસિક સાપને ટક્કર આપે છે.

ટિટનોબોઆ અંદાજિત 42 ફૂટ લાંબો હોવાનું અનુમાન છે.જે 60 મિલિયન વર્ષો પહેલા જીવ્યા હતા. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા, ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.


Spread the love

Related posts

KUTCH:ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ચાલકનું મોત,રાધનપુર ધોરીમાર્ગ પરના મેવાસા નજીક ઘઉં ભરેલી ટ્રક પલટી;અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા એકનું મોત

Team News Updates

Kutch:40 કરોડ રુપિયાથી વધુ મુન્દ્રા પોર્ટ પરથી  પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો

Team News Updates

102 વર્ષનાં વૃદ્ઘાનું સફળ રેસ્ક્યુ:ભેંકાર ભાસતા ગામમાં પોલીસ પહોંચી તો ઘરમાં અશક્ત વૃદ્ઘા મળ્યાં, ખુરશીમાં ઊંચકીને જીપ સુધી લાવ્યા

Team News Updates