રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ટ્રોલી અને વાન વચ્ચેની અથડામણમાં નવ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વાનમાં 10 લોકો હતા અને તેઓ મધ્યપ્રદેશના ડુંગરી (ખિલચીપુર)માં લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
આ અકસ્માત જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે 3 વાગ્યે ભોપાલ રોડ પર થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાનમાં ફસાયેલા ઘાયલોને નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. અહીં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા. તે જ સમયે, એક ઘાયલ વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. મૃતક સાત મિત્રોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એકસાથે 7 અર્થી ઊઠતા ગામ હીબકે ચડ્યું
બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા શહેરમાં એક ઘરમાં લગ્ન સમારોહ હતો. શુક્રવારે આ જાન મધ્ય પ્રદેશના ખિલચીપુર વિસ્તારમાં ગઈ હતી. મોડી રાત્રે લગ્નમાંથી 10 મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન NH-52 પર ખુરી પચોલા (અકલેરા) પાસે મારુતિ વાન અને ટ્રોલી વચ્ચે સામસામે અથડામણ થઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોની ઓળખ પણ ભાગ્યે જ થઈ શકી. આ દરમિયાન ટ્રોલી ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં ઘનશ્યામ બાગરીના પુત્ર અશોક કુમાર (24), નંદકિશોર બાગરીના પુત્ર રોહિત (16), બંસીલાલ બાગરીના પુત્ર હેમરાજ (33), મોહનલાલ બાગરીના પુત્ર સોનુ (22), જયલાલ બાગરીનો પુત્ર દીપક (24) પ્રેમચંદ બાગરીનો પુત્ર રવિશંકર (25), રોહિત (22) જગદીશ બાગરી અને રામકૃષ્ણ (20) પ્રેમચંદનો પુત્ર, હરનાવાડા શાહજી (બારણ), પ્રેમચંદનો પુત્ર રાહુલ, સરૌલા (ખાનપુર, ઝાલવાડ)નું મૃત્યુ થયું હતું. મૃતકોમાં 7 લોકો અકલેરા શહેરના રહેવાસી હતા.