News Updates
ENTERTAINMENT

IPL 2024: 7 હાર 8 મેચમાં, ક્વોલિફાય કરશે ?  વિરાટની ટીમ પ્લેઓફ માટે કેવી રીતે

Spread the love

આરસીબીને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી પડશે. આ તમામ મેચ એ પણ મોટા અંતરથી જીતવી પડશે. ટીમને હજુ પુરી તાકાત લગાવવી પડશે કે, ટીમ ક્વોલિફિકેશન 14 અંક થઈ જાય.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની હાલત ખરાબ જોવા મળી રહી છે. તે 8માંથી 7 મેચ હારી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પ્લેઓફની રેસમાં બહાર થવાના પોઈન્ટ પર છે. ફાફ ડુપ્લેસિસની આગેવાની વાળી ટીમને રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સને 1 વિકેટથી હાર આપી છે. જેના કારણે હવે બેગ્લુરુંને પ્લેઓફમાં પહોંચવા માટે ચાન્સ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે.

કોલકાતા સામે મળેલી હાર બાદ આરસીબી માટે હવે તમામ મેચ જીતવી જરુરી છે. એક ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 8 જીત એટલે કે, 16 અંકની જરુર પડે છે. જો આરસીબી બાકી રહેલી મેચ જીતી શકશે નહિ તો આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે.

હવે આરસીબી 6 મેચ જીતી પણ જાય છે તો તે પ્લેઓફમાં પહોંચવા માટે સરળ નથી, આરસીબીને મોટા અંતરથી મેચ જીતવી પડશે. જેનાથી તેનો રન રેટ સારો રહે તેવી શક્યતા રહેશે. હાલ રનરેટ-1.046 છે.

ત્યારબાદ આરસીબીને આશા રહેશે કે, પ્લેઓફમાં પહોંચવા માટે 14 અંકના જરુર છે. તેમજ સાથે અન્ય ટીમનો રન રેટ તેનાથી સારો ન રહે. આરસીબીને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હાર આપી હતી. આગામી મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી.ત્યારબાદ કોલકાતા, લખનૌ, રાજસ્થાન, મુંબઈ, હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો છે.હવે આગામી મેચ 25 એપ્રિલના રોજ હૈદરાબાદ સામે છે.

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ 12 અંક સાથે ટોપ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 10 અંકની સાથે બીજા નંબર પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 10 અંકની સાથે ત્રીજા સ્થાન પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા સ્થાન પર છે. તેના અને લખનૌના 8-8 અંક છે. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ , પંજાબ કિંગ્સ અને છેલ્લે આરસીબીની ટીમ છે.


Spread the love

Related posts

ગુજરાતનો છોકરો U-19 વર્લ્ડ કપમાં ધૂમ મચાવે છે:ICCએ તેની બોલિંગનો વીડિયો શેર કર્યો; ભારતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી

Team News Updates

સોનમ કપૂરે પિતા અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું:અભિનેત્રીએ કહ્યું, ‘પિતા બે ખરાબ આદતોથી દૂર રહે છે’, 67 વર્ષની ઉંમરે 40 વર્ષના દેખાય છે અભિનેતા

Team News Updates

MI vs GT, IPL 2023: સૂર્યકુમાર યાદવે ઓન કેમેરા રાશિદ ખાનને આપેલ ચેલેન્જનો દિવસ, 360 ડીગ્રી ધુલાઈ થશે કે દાંડિયા ઉડશે?

Team News Updates