વડોદરા સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે કરોડોની છેતરપિંડી આચરનાર રણજી ખેલાડી રીશી આરોઠેને ગોવાથી પોલીસે પકડી પાડ્યો છે. અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રીશી જામીન પર છૂટ્યા બાદ નવી કરતૂતો સામે આવી હતી. જેને લઈ ફરી પોલીસે રીશીને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. રીશી આરોઠેએ IND-PAK વર્લ્ડકપ ક્રિકેટ મેચની 21 લાખની બોગસ ટિકિટનું વિતરણ રાજકોટમાં કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી વડોદરા SOGએ રીશીને પકડીને રાવપુરા પોલીસ મથક સોંપ્યો છે. બાદમાં વલસાડ પોલીસને કસ્ટડી સોંપવામાં આવશે. તે દરમિયાન કેટલા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલો છે તેની તપાસ થશે.
આ અંગે SOG પીઆઈ વિવેક પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે SOG પોલીસે રીશી તુષાર આરોઠેને ગોવાથી પકડવામાં આવ્યો છે. અગાઉ મંજલપુર, રાવપુરા અને વલસાડ પોલીસ મથકમાં એક કરોડથી વધુ ચીટીંગના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ રીશી આરોઠેને હાલમાં પકડીને રાવપુરા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. બાદમાં તેને વલસાડ પોલીસને કસ્ટડી સોંપવામાં આવશે. તે દરમિયાન કેટલા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલો છે તેની તપાસ થશે.
વધુમાં જાણકારી મળી હતી કે, ટિકિટ બાબતે અલગ અલગ અરજીઓ રાજકોટ-અમદાવાદમાં થઈ છે. જેથી અન્ય એજન્સીઓની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જો હજુ કોઈ ભોગ બન્યું હોય તો આ બાબતે લોકોએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સાથે સાળંગપુર મંદિરમાં થયેલી ચીટિંગ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. આ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા, ક્યાં વાપરવાના હતા. આ પૈસાનો દુરુપયોગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રીશી જામીન પર છૂટ્યા બાદ કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે અને ત્યારબાદ કેટલીક ફરિયાદો થઈ છે. આ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે અને રાજ્યમાં વિવિધ એજન્સીઓને પણ આ બાબતે અમે જાણકારી આપી તપાસ કરીશું. આ આરોપી દ્વારા મંદિરમાં ચીટીંગ કરવામાં આવી છે. સાથે જ વલસાડમાં એક રણજી પ્લેયરને 75 લાખમાં રણજી ટ્રોફીમાં રમાડવાના બહાને ચીટિંગ થઈ છે. સાથે રાજકોટમાં 21 લાખના ફેક ટિકિટ વેચી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં રમાયેલી ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડકપ મેચની બોગસ ટિકિટનું વિતરણ રાજકોટમાં કર્યું હતું. આશરે 21 લાખની બોગસ ટિકિટનું વિતરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં કરોડોનું ફંડ ક્યાથી આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ મામલે રીશીના પિતાની કોઈપણ ભૂમિકા સ્પષ્ટ થઈ નથી. ગોવામાં ઇવેન્ટ કંપની ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને તે ગોવામાં પોતાના નામથી ભાડે મકાન રાખ્યું હતું.
વડોદરાથી ગયા બાદ રીશી ભાડે રાખેલા મકાનમાં બેંગ્લોર, ઔરંગાબાદ, ભોપાલ અને બાદમાં ગોવામાં રોકાયો હતો. રીશી તુષાર આરોઠેના પિતા તુષાર આરેઠે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે હાલમાં ફરજ પર છે અને તે પણ ક્રિકેટ રમી ચુક્યા છે. ઉપરાંત આ બાબતે અન્ય કોઈ ક્રિકેટર સંડોવાયેલા હોવાનું હાલમાં સામે આવ્યું નથી. આ બાબતે તમામ તપાસ કરવામાં આવી છે. આગળ પૈસા પકડાયા હતા, તે બાબતે તપાસમાં તેના પિતાને તેને તેના દ્વારા દેવું થતા પૈસા ચૂકવ્યા હતા. વડોદરા બાદ વલસાડ તપાસ માટે સોંપવામાં આવશે.
ફેક ટિકિટનો ભોગ બનેલા રાજકોટના વિકટિમે જણાવ્યું હતું કે, એ લોકોએ મને ફેક ટિકિટ આપી હતી અને આ બાબતે કેસ નોંધાવ્યો હતો. આ ટિકિટ મને કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. આ ટિકિટ અમદાવાદમાં રમાયેલી ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડકપ માટેની હતી. આ ટિકિટ ભાવે ભાવ આપી હતી પરંતુ ટિકિટ જ ખોટી હતી.
ઉલ્લેખનીય છે કે, છેતરબાજ પૂર્વ રણજી ક્રિકેટર રિશી આરોઠેને વડોદરા SOG પોલીસે અગાઉ મુંબઇની એક હોટલમાંથી દબોચી લીધો હતો.રિશી આરોઠેના પિતા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરમાંથી 11 દિવસ પહેલા પોલીસે 1.39 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા અને પોલીસે તુષાર આરોઠે સહિત 3 આરોપીની અટકાયત કરી હતી. તે સમયે રિશી આરોઠે ફરાર હતો એટલામાં રિશી સામે એક વેપારીએ ગોવામાં પ્રોજેક્ટમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ અને પંચમહાલના યુવા ક્રિકેટરને IPLમાં રમડવાના લાલચે આપીને 5.27 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે રિશીને ટ્રેસ કરીને મુંબઇના થાણેની એક હોટલમાંથી દબોચીને વડોદરા લાવવામાં આવ્યો હતો. ત્યાં ફરી એક નવી કરતૂત રીશીની સામે આવતા પોલીસ તપાસમાં લાગી છે.