વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતરમાં 224 જેટલી સોલાર પેનલ લગાવી હતી.આ સોલાર પેનલ પૈકીની 10 સોલાર પેનલ સહિત સમાન અજાણ્યા તસ્કરો ચોરી જતા ખેડૂતે લાડોલ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.
લાડોલ ગામે રહેતા અનિલ કુમાર પટેલ પોતાના ખેતરમાં 2018ની સાલમાં સરકારી કરાર આધારિત સોલાર પેનાલ લગાવી પાવર જનરેટ કરી આપવાની સ્કીમ આવી હતી જે સ્કીમ અંતર્ગત તેઓએ પોતાના ખેતરમાં 224 સોલાર પેનલ લગાવી હતી.જેનું કનેક્શન કરી જનરેટ થતો પાવર જી.ઇ.બી માં વેચાણ કરી આપતા હતા. 9 એપ્રિલના રોજ તેઓના ખેતરમાં લગાવેલ 224 સોલાર પેનલ પૈકીની 10 સોલાર પેનલ તથા તેના કનેક્શન ના ડી.સી અર્થીગના વાયરો જોવા મળ્યા નહોતા. જેથી ખેડૂતે આજુબાજુમાં તપાસ કરતા 10 સોલાર પેનલ ક્યાંય જોવા ન મળતા આખરે તેઓએ લાડોલ પોલીસમા 1,02,380 નો મુદ્દામાલ ચોરી જતા અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.