સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઊઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે હજુ સુધી કોઈ તરવૈયાની ટીમ બચાવ માટે આવી નથી.
- ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
- આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
- મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
- વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
- આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
- ભાર્ગવ અશોકભાઈ હદીયા (15 વર્ષ)
- ભાવેશ વલ્લભભાઈ હદીયા (15 વર્ષ)
- તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત