ડીસામાં ઘી, ફરાળી લોટ અને ચટણી તેમજ મિનરલ પાણીમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ડીસાની કેટલીક પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાતેક મહિના અગાઉ ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે ફેઈલ રહ્યા હોવના સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ નિષ્ફળ રહ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઘી, ફરાળી લોટ અને ચટણી તેમજ મિનરલ પાણીમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ડીસાની કેટલીક પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાતેક મહિના અગાઉ ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે ફેઈલ રહ્યા હોવના સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ નિષ્ફળ રહ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થઈ હોવાને લઈ દંડ ફટકારવામાં આવ્યા છે.
સેમ્પલ ફેઈલ થવાને લઈ ફૂડ વિભાગના રિપોર્ટ આધારે નાયબ ક્લેકટર દ્વારા આ અંગે દંડ ફટાકરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત અને બાદરપુરામાં પણ લેવામાં આવેલ સેમ્પલ નિષ્ફળ રહ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 16 લાખ રુપિયા કરતા વધારે દંડ ફટકારવામાં આવ્યો છે.