દિલ્હીના વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં થયેલી દુર્ઘટના પર લોકોનું કહેવું છે કે તે બેબી કેર સેન્ટર નહીં પરંતુ ઓક્સિજન સિલિન્ડરનું વેરહાઉસ હતું. અહીં મોટી સંખ્યામાં સિલિન્ડર આવતા હતા અને રિફિલ પણ કરવામાં આવતા હતા. જ્યાં 12 થી 14 બાળકો હતા ત્યાં આટલા બધા સિલિન્ડરનો ઉપયોગ શું હતો? આ બિલ્ડીંગ એટલી નાની જગ્યામાં છે કે જો આગ લાગે તો બહાર નીકળવું મુશ્કેલ છે.
દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 7 નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ આ બેબી કેર સેન્ટરને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિવેક વિહારના બેબી કેર સેન્ટરની ઇમારત 1080 સ્ક્વેર ફીટ વિસ્તારમાં છે. આ બિલ્ડીંગ એટલી નાની જગ્યામાં છે કે જો આગ લાગે તો બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
બિલ્ડિંગમાંથી બહાર આવવા માટે માત્ર એક સાંકડી સીડી છે. લોકોનું એમ પણ કહેવું છે કે આ બેબી કેર સેન્ટર નહીં પરંતુ ઓક્સિજન સિલિન્ડરનો વેરહાઉસ હતો. અહીં મોટી સંખ્યામાં સિલિન્ડર આવતા હતા અને રિફિલ પણ કરવામાં આવતા હતા. જ્યાં 12 થી 14 બાળકો હતા ત્યાં આટલા બધા સિલિન્ડરનો ઉપયોગ શું હતો? આગ લાગી ત્યારે સિલિન્ડર ફાટતાં દૂર દૂર સુધી પડ્યા હતા.
સિલિન્ડર ફાટતા આસપાસની ઈમારતોમાં ઘુસી ગયા હતા. ધુમાડાના ગોટેગોટા જોઈને લોકો ખૂબ જ ડરી ગયા હતા. આ ઘટના બાદ બાળકોના પરિવારજનોની હાલત ખરાબ છે, તેઓ રડી રહ્યા છે. દિલ્હી પોલીસે બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલના માલિક નવીન ચીંચીં વિરુદ્ધ FIR નોંધી છે. IPCની કલમ 336, 304A અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેબી કેર સેન્ટરમાં આગચંપીનો આ બનાવ શનિવારે રાત્રે લગભગ 11.32 કલાકે બન્યો હતો.
ઘટના બાદ અહીં સંપૂર્ણ અરાજકતા ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે પૂર્વ દિલ્હીની એડવાન્સ એનઆઈસીયુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા તેમાંથી 9 નવજાત બાળકોના મોત થયા છે. આગ કેમ અને કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ભગત સિંહ સેવા દળના પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિએ આ અકસ્માત પર કહ્યું કે, 120 યાર્ડની આ બિલ્ડિંગમાં બહાર નીકળવાનો કોઈ યોગ્ય રસ્તો નથી. શું અહીં ફાયર સેફ્ટીના કોઈ ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું? તમે તે જાતે જોઈ શકો છો. આગ ઓક્સિજન સિલિન્ડરમાંથી જ લાગી હતી. સિલિન્ડર ફાટવાનો અવાજ ખૂબ જ જોરદાર હતો. સિલિન્ડર વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો.
બાળકોને બહાર કાઢવાનો કોઈ રસ્તો નહોતો. અમે પાછળની બારીના કાચ તોડી નાખ્યા અને પછી દરેક બાળકને બહાર કાઢ્યા. અમે બહાર કાઢીને માનવ સાંકળ બનાવીને બાળકને એકબીજાને સોંપ્યું અને પછી તરત જ તેને બીજી હોસ્પિટલ લઈ ગયા હતા.