મહેસાણા જિલ્લાનાં વરવાડા ગામ જ્યાં આગળ ભીંડા તેમજ મરચાની ખેતી સર્વોપરી થાય છે, આ ગામમાં ઘર દીઠ એક વીઘામાં તો ભીંડાનું વાવેતર કરાય જ છે, લોકોને ભીંડા ના કારણે રોજગારી પણ મળી રહે છે રોજનું એક થી દોઢ લાખ રૂપિયા નો ભીંડો માર્કેટમાં વેચાવવા માટે જાય છે દિવસના 200 થી 300 મણ જેટલા ભીંડા નું વેચાણ આ ગામમાંથી થાય છે. સીઝનના હજારો ટન ભીંડાનું વેચાણ આ ગામમાંથી થાય છે.
વરવાડા ગામે જ્યાં છેલ્લા 40 વર્ષોથી ભીંડાનું વાવેતર કરવામાં આવે છે તેનું ખાસ કારણ એ છે કે ત્યાંની ગોરાડું જમીન તેમજ સુવિધા વાળું પાણી. વર્ષોથી લોકોને ભીંડાની ખેતી અનુકૂળ હોવાથી લોકો ખાસ કરીને ભીંડા તેમજ મરચાની ખેતી વિશેષ કરે છે.
વરવાડા ગામ તેના ભીંડાની ખેતી માટે જાણીતું છે ગામના 100 થી દોઢસો જેટલો ખેડૂતો ભીંડા ની ખેતી સાથે સંકળાયેલા છે ગામની 100 થી 150 વીઘા જમીનમાં માત્ર ભીંડાનું વાવેતર થયેલું છે, ગામના ઘરડા લોકોએ ગામમાં ભીંડાના વાવેતર ની શરૂઆત કરેલી, છેલ્લા ચાર દાયકાથી ભીંડાની ખેતી થતી હોવાથી ત્યાંના મજુર પણ ભીંડા ની ખેતી માટે ટેવાયેલા છે તેના કારણે અહીં ભીંડાની ખેતી સફળ બની છે.
અહીંના ભીંડા ખાસ કરીને પાટણ, સિધ્ધપુર ,વિસનગર જેવા મોટા માર્કેટમાં જાય છે અને ત્યાંથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભીંડા સપ્લાય થતા હોય છે. અહીં ભીંડાના ટ્રાન્સપોર્ટેશન માટે રીક્ષાઓ બાંધેલી હોય છે જે સવારે ભીંડાને માર્કેટયાર્ડ સુધી પહોંચાડીને તેનું વેચાણ કરીને ખેડૂતને બિલ સહિત પૈસા આપી દે છે તેથી જ ભીંડાના કારણે અહીં રીક્ષા ચાલકો પણ અલગથી રોજગારી મેળવે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે વર્ષ એક વિઘા માંથી ખેડૂત 700 થી 800 મણ ભીંડા ઉતારે છે.આખા ગામનું 25 થી 30 લાખ નું માત્ર ભીંડા વેચાણનું ટર્ન ઓવર થાય છે.ફેબ્રુઆરીના અંતમાં ભીંડા ઉગાડવાની શરૂઆત થાય ત્યારબાદ જેવો તેનો ગ્રોથ તેમજ દિવાળી સુધી ચાલુ રહે છે ભીંડા આવવાનું.રોજના 200 થી 300 મણ ભીંડા ગામમાંથી નીકળે છે અને રોજનું 1 લાખથી 1.50 લખનું ટર્ન ઓવર ગામનું છે.વધુમાં જણાવ્યું કે અહીંના ભીડા ઉગાડવામાં સમસ્યા નથી પણ જ્યારે તેણે વિણવામાં આવે છે જોકે મજૂર ઓછા મળતા હોતા હોય છે. મજૂરો જ્યારે ભીંડા વિણવા આવે ત્યારે તેઓને સેફટી પૂરેપૂરી આપવામાં આવે છે કારણ કે ભીંડા ઉતરતા સમયે તેણે સપર્સ કરવાથી શરીર પર ખંજવાળ વધારે આવતી હોય છે.જેથી મજૂરો પણ શરીર પર શર્ટ અને હાથમાં મોજા રાખી ભીંડા વીણતાં હોય છે.
ગામના ખેડૂત હર્ષદ ભાઈ પટેલે જણાવ્યું કે આવી જ રીતે સારી જમીન, ગુણવત્તા વાળું પાણી સરળતાથી મળી રહેતા લેબર તેમજ ટ્રાન્સપોર્ટેશન ના કારણે વરવાડા ગામમાં ભીંડાનું વાવેતર વધારે સરળ બન્યું છે જેના કારણે હાલ ગામમાં દોઢસો વીઘા ની જમીનમાં માત્ર ભીંડાનું વાવેતર છે.