અમદાવાદના વટવા પોલીસ મથકે રાજસ્થાનના એક આરોપી સામે IPC ની કલમ 363, 366, 370A, 376(2)(N), 376(3), 34 અને પોક્સો એકટની કલમ 3a, 4, 5(1), 6, 17 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ 81 અને 82 મુજબ ગુન્હો નોંધાયો હતો. પીડિતા 15 વર્ષ અને 07 મહિનાની છે. અરજદારી અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેને નકારી દેવાતા તે હાઇકોર્ટ પહોંચ્યો હતો. જો કે ચાર્જશીટ પહેલા જામીન આપવા હાઇકોર્ટે પણ ઇનકાર કર્યો છે.
કેસને વિગતે જોતા રાજસ્થાનનું એક કુટુંબ પોતાના દીકરાના લગ્ન માટે યુવતી શોધી રહ્યું હતું. જેનો સંપર્ક ઈડરમાં રહેતા બાબુસિંહ સાથે થયો હતો. જેને જણાવ્યું હતું કે તેને પોતાની એક યુવાન પુત્રી છે. આથી બંને પક્ષો સંતાનોના લગ્ન માટે સહમત થયા હતા. આરોપી અને સગીરાના લગ્ન ઈડર ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં બાબુસિંહે આરોપીના પરિવાર પાસેથી 08 લાખ રૂપિયા લીધા હતા.
આરોપી સગીરાને લઈને રાજસ્થાન પહોંચતા સગીરાએ જણાવ્યું હતું કે બાબુસિંહ તેના પિતા નથી અને તે પોતે સગીર વયની છે. હંસાબેન તેને ઈડર લઈને આવ્યા હતા. પીડીતાએ તેની મોટી બહેનને ફોન કરીને સઘળી હકીકત જણાવી હતી. જ્યારે સગીરાની માતાએ તેની ગાયબ થયાની પોલીસ ફરિયાદ પણ આપી હતી. પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જ્યારે સગીરાની માતાએ આરોપી સામે વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
હાઇકોર્ટમાં અરજદારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેનો વાંક એટલો જ છે કે તેને સગીરા સાથે લગ્ન કર્યા છે. બાબુસિંહ હે સગીરા પોતાની પુત્રી હોવાની ખોટી વિગત આપી હતી. તેમની સાથે છેતરપિંડી થતાં તેમને રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. બાબુસિંહ અને હંસાબેને ભગીરાને કિડનેપ કરીને આ કૃત્ય કર્યું છે. અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ સગીરાની માતાએ આરોપીને જામીન આપવા વિનંતી કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો. બંને પક્ષકારો વચ્ચે સેટલમેન્ટ થઈ ચૂક્યું છે. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે આરોપીએ છોકરીની ખરીદી કરી છે. આ સ્ટેજ ઉપર તેને જામીન આપી શકાય નહીં. તેમને ફરિયાદ રદ કરવા માટે અરજી કરવી જોઈએ.
આરોપીના એડવોકેટ જણાવ્યું હતું કે આરોપીને જણાવવામાં આવ્યું હતું કે છોકરી વાળા ખૂબ ગરીબ છે. જેથી તેના લગ્નનો ખર્ચ અને રિવાજ મુજબ તેના ઘરના લોકોને આઠ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. વળી રિવાજ મુજબ લગ્ન વખતે છોકરીએ ઘૂંઘટ તાણેલો હોવાથી તે નાની ઉંમરની હોવાની ખબર પડી ન હતી. સગીરાના લગ્ન થઈ ચુક્યા છે, પરંતુ તેની ઉંમરને ધ્યાને લેતા કોર્ટે જામીન આપવા ઇનકાર કર્યો છે. એક સંભાવના રહેલી છે કે સગીરા પુખ્ત યુવતી બને ત્યારે આરોપી સાથે રહેવા તૈયાર હોય તો લગ્ન કરાશે.