News Updates
ENTERTAINMENT

સિનેમાઘરમાં ધૂમ મચાવશે 6 સપ્ટેમ્બરે:કંગનાનો પોસ્ટરમાં ધુંઆધાર લુક,’ઇમર્જન્સી’ રિલીઝ થશે

Spread the love

કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ છે. જેમાં કંગના પોતે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવશે. આ સિવાય ફિલ્મનું નિર્દેશન પણ કંગનાએ પોતે જ કર્યું છે. અગાઉ ત્રણ-ત્રણ વાર ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખ્યા આબાદ આખરે રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024એ રિલીઝ થશે. કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મની રિલીઝની માહિતી આપવામાં આવી છે.

મણિકર્ણિકા ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત, 6 સપ્ટેમ્બર 2024ના રોજ કંગના રનૌતની ​​​​ ‘ઇમર્જન્સી’ સિનેમાઘરોમાં આવશે. ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણની ગાથા ‘ઇમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં….”

ફિલ્મની રિલીઝ ડેટ પરથી પડદો ઉંચકાયા બાદ ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. મોટાભાગના લોકો આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં ફાયર અને હાર્ટ ઇમોજી દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની આ પ્રકારની કમેન્ટ્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકો આ ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઈમરજન્સીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો કંગના સિવાય અનુપમ ખેર, દિવંગત એક્ટર સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કંગનાએ પોતે કર્યું છે. આ પહેલાં પણ તેમણે ‘મણિકર્ણિકા’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના છેલ્લે ‘તેજસ’ ફિલ્મમાં મોટા પડદા પર જોવા મળી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ઘણી ચર્ચા છતાં તે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ટિકિટ બારી પર ફિલ્મને ’12th ફેલ’ સામનો કરવો પડ્યો હતો. બોક્સ ઓફિસની આ લડાઈમાં કંગનાની ફિલ્મ ઘણી પાછળ રહી ગઈ હતી.

ફિલ્મ ‘ઇમર્જન્સી’ એક પોલિટિકલ ડ્રામા કંગના રનૌતે કહ્યું કે, આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે. આ ફિલ્મ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી .તે એક ભવ્ય પીરિયડ ફિલ્મ છે. આ ફિલ્મ મારી પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજકીય પરિદૃશ્યને સમજવામાં મદદ કરશે. આ પહેલાં પણ કંગના રનૌત ફિલ્મ ‘થલાઈવી’માં તમિલનાડુનાં દિવંગત સીએમ જયલલિતાનો રોલ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


Spread the love

Related posts

એક વખત હું ખુબ રડ્યો હતો,મહેન્દ્ર સિંહ ધોનીએ ખુદ કહ્યું ,જુઓ photos

Team News Updates

ભારતીય કોચે પાકિસ્તાની ખેલાડી પાસેથી ફૂટબોલ છીનવી લીધો:થ્રો ફેંકતાં અટકાવ્યો; પાકિસ્તાનના ખેલાડી-કોચ લડવા લાગ્યા, મેચ 4 મિનિટ રોકાઈ

Team News Updates

PM નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યા, શ્રદ્ધા કપૂરે આ મામલે 

Team News Updates