News Updates
ENTERTAINMENT

લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો કુલદીપ યાદવે 

Spread the love

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઈ દ્વારા સન્માનિત કરતા પહેલા ભારતીય ટીમનું મુંબઈ મરીન ડ્રાઈવ પર એક ખુલ્લી બસમાં પરેડ હતી. ત્યારબાદ ટી20 વર્લ્ડકપમાં 10 વિકેટ લેનાર કુલદીપ યાદવ કાનપુર પહોંચ્યા છે, લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો ચાઈનામેન સ્પનિર કુલદીપ યાદવે ટી20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાને નામ કર્યો છે.

કુલદીપ યાદવ 29 વર્ષનો થઈ ચૂક્યો છે. હવે કુલદીપ યાદવ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે.તેમણે લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું ટુંક સમયમાં જ ચાહકોને ગુડ ન્યુઝ આપશે. તેમણે એ પણ જણાવ્યું કે, તેને કેવી દુલ્હન જોઈએ છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે એક હિંટ આપતા કહ્યું કે, તે ટુંક સમયમાં લગ્ન કરશે અને ભારતીય ક્રિકેટ ચાહકોને એક સારા સમાચાર સાંભળવા મળશે. તેમણે એ પણ કહ્યું કે, મારા લગ્ન કોઈ અભિનેત્રી સાથે નથી થવાના, મારે એવી છોકરી જોઈએ જે મને અને મારા પરિવારને સંભાળે.

તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવે હાલમાં ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. અને ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગ્રુપ સ્ટેજની 3 મેચમાં રમી શક્યો ન હતો પરંતુ સુપર 8માં તમામ મેચ અને સેમીફાઈનલ અને ફાઈનલમાં તેને રમવાની તક મળી હતી. તેમણે 5 મેચમાં પોતાના નામે 10 વિકેટ લીધી છે.

કુલદીપે એક ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, ‘તમને જલ્દી સારા સમાચાર મળશે, પરંતુ મારો જીવન સાથી અભિનેત્રી નહીં હોય.


Spread the love

Related posts

રોહિત શર્માનું મોટું નિવેદન T20ને અલવિદા કહી ચૂકેલા;‘આજકાલ નિવૃત્તિ મજાક બની ગઈ છે’…

Team News Updates

જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી

Team News Updates

પાંચમી એશિઝ ટેસ્ટ… પહેલો દિવસ:ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 283 રનમાં સમેટાઈ ગયો, બ્રુકે અડધી સદી ફટકારી; ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61/1

Team News Updates