News Updates
SURAT

વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો,87 સેકન્ડમાં 20 પક્ષી-પ્રાણીઓના અવાજ બોલી, માત્ર 15 મહિનાની મનશ્રી,  9 મહિને જ એનિમલ્સના અવાજ કાઢતી

Spread the love

માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તેની ઉંમર માત્ર 15 મહિના છે અને આ ઉંમરે બાળકો સારી રીતે બોલી પણ શકતા નથી ત્યારે મનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે, તેણે વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આટલી નાની ઉંમરે, તે 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલે છે, એટલે મીમીક્રી કરી શકે છે. જ્યારે પણ તેને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે, ત્યારે તે તુરંત જ તેનો અવાજ બોલી બતાવે છે. ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મીમીક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

મનશ્રીની માતા અને દાદી બંને શિક્ષકો છે. જ્યારે મનશ્રી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવતું, ત્યારે તે તેના અવાજ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા. ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ન આપી શકે તો પણ તે તેમનો અવાજ સહેલાઇથી મીમીક્રી કરી શકે છે. આટલી નાની ઉંમરમાં અત્યારસુધી કોઈ બાળકે એકસાથે 20 પશુ-પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો એટલે જ તેણે આ રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રીને ગરબાના પણ સ્ટેપ આવડે છે.

માતા જાનકી રાવલે જણાવ્યું હતું કે, મારી દીકરી મનશ્રી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ મેળવી વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે. જેમાં 15 મહિનાની ઉંમરમાં 87 સેકન્ડમાં 20 પ્રાણીઓના આવાજ મીમીક્રી કર્યા છે. જે અત્યારે તેની સિદ્ધિ છે. મનશ્રી જ્યારે 9-10 મહિનાની હતી ત્યારે પ્રાણીઓના અવાજ કાઢવાની શરૂઆત કરી. ત્યારે ખબર પડી કે, તે પશુ-પક્ષીઓના નામ ભલે ના લઈ શકે પરંતુ તમામના અવાજ કાઢી શકે છે.

વધુમાં જણાવ્યું હતું કે, અમે જે સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે. જ્યારે મનશ્રી સવારે ઊઠે ત્યારે તેની દાદી તેને બાલ્કનીમાં લઈ જઈ બધુ બતાવે છે. તેને દાદી રમાડતા રમાડતા શીખડાવે. ધીરે ધીરે એવું બનવા લાગ્યું કે એને પ્રાણીનું નામ બોલતા ન આવડે પણ તેનો અવાજ કાઢીને જણાવતી. કાગડો દેખાય તો તે કા…કા… બોલતી હતી. જેથી અમને આઈડિયા આવ્યો કે એને કાગડો દેખાયો છે. ત્યારે અમને ખબર પડી કે, એ દરેક પ્રાણીઓને તેમના અવાજ થકી ઓળખે છે.

વધુમાં જણાવ્યું હતું કે, આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે. એ આખો દિવસ ઘરમાં ફરતું હોય છે. મનશ્રીની પણ ઉંમર જ્યારે એક વર્ષ ઉપર થઈ તો તેને એક જગ્યાએ બેસાડી રાખવી અમારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યું ત્યારે રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં જ એની પાસે બોલાવડાવવાનું હોય. અમે એક એવો આઈડિયા કર્યો કે એને બેસાડવા માટે અમે એનિમલ્સ ફોટા બતાવતા હતા. ફોટા બતાવીને હું નામ કહેતી અને તે તેનો અવાજ કાઢતી હતી. એટલે મીમીક્ર કરતી. એટલે ફોટાના ક્રેઝ અને ઇન્ટરેસ્ટમાં એ બેસી રહેતી હતી. એ અમારા માટે ટાસ્ક રહ્યો હતો.


Spread the love

Related posts

ઓહો…આટલી મોટી રોટલી!, રોલરથી વણવામાં આવી, શેકતા લાગ્યા 22 કલાક અને તૈયાર થઈ 2700 કિલોની રોટલી

Team News Updates

ચાંદની પડવોના દિવસે કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જશે, કોર્પોરેટ કલ્ચરમાં પહેલી પસંદ બની; વિદેશથી પણ આવે છે ઓર્ડર

Team News Updates

15 વર્લ્ડ રેકોર્ડ ભારતના એકમાત્ર યુવકના નામે; હાલમાં જ સુપર એથ્લિટનો રેકોર્ડ તોડ્યો,આ સ્ટંટમેનના અક્ષયકુમાર પણ દીવાના

Team News Updates