News Updates
NATIONAL

આંધ્ર- તેલંગાણામાં પૂરમાં 19 મોતને ભેટ્યા,વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન, 2 મહિલાના મોત, 3 ઘાયલ

Spread the love

દેશમાં વરસાદની મોસમ ચાલુ છે. આ દરમિયાન, સોમવારે જમ્મુ- કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિરના નવા માર્ગ પર ભૂસ્ખલન થતાં ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી 2 મહિલાઓના મોત થયા છે. તંત્રએ શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે યાત્રાના માર્ગ પર અવર-જવર બંધ કરવામાં આવી છે, અને સંબંધિત અધિકારીઓને રસ્તો ખુલ્લો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

એક છોકરીની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 2.35 વાગ્યે પાંચી નજીક ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે રોડ ઉપર બનાવેલ ટીન શેડ ધરાશાયી થયો હતો. અનેક લોકો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા છે.

બીજી તરફ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર અને વરસાદને કારણે આંધ્રમાં 9 અને તેલંગાણામાં 2 દિવસમાં 10 લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં 140 ટ્રેનો રદ કરવામાં આવી છે. 54થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. NDRFની 26 ટીમો તહેનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આંધ્રપ્રદેશમાં 1998 બાદ આવુ પૂર આવ્યું છે. 17 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વિજયવાડામાં પૂરથી 2.76 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા છે. પૂરથી 2.76 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સૂર્યપેટ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મમ જિલ્લા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ખમ્મમના 110 ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હૈદરાબાદમાં આજે તમામ સ્કૂલો બંધ રાખવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને રાજ્યની સ્થિતિ વિશે માહિતી લીધી. PM એ બંનેને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

CM એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભારે વરસાદે રાજ્યને હચમચાવી નાખ્યું છે. વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. વિજયવાડા-ગુંટુર નેશનલ હાઈવે અને વિજયવાડા-હૈદરાબાદ નેશનલ હાઈવે પણ પૂરથી નુકશાન છે. 100થી વધુ રાહત શિબિરોમાં 17 હજાર લોકો રહે છે. બુડામેરુ નદીમાં પર આવ્યું છે. 1.1 લાખ હેક્ટર જમીન પરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.

ઓગસ્ટમાં રાજસ્થાનમાં ચોમાસાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટમાં 344 મીમી વરસાદ થયો હતો, જે 2011થી 2023 સુધીમાં સૌથી વધુ છે. આટલો વરસાદ આજ સુધી કોઈ મહિનામાં થયો નથી. અગાઉ વર્ષ 2016માં ઓગસ્ટમાં 277.7 મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો.

હવામાન વિભાગે સોમવારે (2 સપ્ટેમ્બર) ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. યુપીના 18 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. ઓડિશામાં રવિવારે ભારે વરસાદ થયો હતો. ગંજમ જિલ્લાના ટોટા સાહી ગામમાં વરસાદને કારણે ઘર ધરાશાયી થતાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું.


Spread the love

Related posts

992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે,કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ,દરેકને મળશે કન્ફર્મ ટિકિટ

Team News Updates

કેબ ડ્રાઈવરના ખાતામાં આવ્યા 9000 કરોડ, બેંકના CEOએ આપવું પડ્યું રાજીનામું

Team News Updates

કાર ચલાવી 100ની સ્પીડે  એક સગીરે,માતા- પુત્રીને ઉડાવી:માતાનું મોત, પુત્રી ગંભીર; કાનપુરમાં સ્કૂલ બંક કરીને સગીર તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યો હતો

Team News Updates