News Updates
GUJARAT

ગણેશ ચતુર્થી:ફૂલોનો દિવ્ય શણગાર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે

Spread the love

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-09-2024 ને શનિવાર- ગણેશ ચતુર્થી – ગણેશ ચોથ-ભાદરવા સુદ-૪ના રોજશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

ગણેશ ચતુર્થી નિમિતે શ્રીહરિ સવારે 08:00 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવ્યુ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..


Spread the love

Related posts

જેઠ સંબંધિત પરંપરાઓ:શિવલિંગને ઠંડું જળ અર્પણ કરો, પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો

Team News Updates

પોલીસકર્મીની લાશ સરકારી ક્વાર્ટર્સમાંથી મળી :મહિલાનો પંખે લટકતો મૃતદેહ મળ્યો; જિલ્લા પોલીસવડાની કચેરીમાં ASI તરીકે ફરજ બજાવતી 

Team News Updates

Frontex, Celerio, Alto K10 સહિત 9 મોડલના ભાવમાં ઘટાડો મારુતિ સુઝુકી

Team News Updates