જામનગર શહેરના તિરૂપતિ સોસાયટીમાં રહેતો એક યુવક ઘેરથી ઝઘડો કરીને નિકળ્યો હતો અને દારૂ અને જુગાર રમવાની ટેવ હોવાના કારણે પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયા પછી બેડની નદીમાં ઝંપલાવી દીધું હતું.
જામનગર નજીક બેડની નદીમાં ગઈકાલે એક યુવાન પોતાના બાઈક સાથે તણાયો હતો, જે અંગેની જાણકારી મળતાં પોલીસે ફાયરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગઇકાલે બાઈક મળી આવ્યું હતું, ત્યારબાદ આજે સવારે યુવાનનો મૃતડેહ મળી આવ્યો હતો. જેની ઓળખ થઈ છે.અને તે તિરુપતિ સોસાયટીમાં રહેતો હોવાનું અને પોતાના ઘરેથી ઝઘડો કરીને બેડની નદીમાં ઝંપલાવી દીધાનું જાહેર થયું છે.
દારૂ અને જુગારની ટેવ ના કારણે પિતાએ ઠપકો આપતાં ઘર છોડીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. જામનગર નજીક બેડની નદીના પાણીના પ્રવાહમાં એક યુવાન બાઈકની સાથે તણાયો હતો. ગઈકાલે બપોરે ભાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું.
જેથી સિક્કાના પોલીસ હેડ કોન્સટેબલ સી.ડી. ગાંભવા અને કરણસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન નદીમાંથી બાઈક મળી આવ્યું હતું, જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યું હતું, પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી હતી.
દરમિયાન આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, અને તેની ઓળખ થઈ છે. જેનું નામ મિલન હેમંતભાઈ રાવત ઉં.22 અને તે જામનગરમાં નિકૃપતિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોટા ભાઈએ મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો. પોલીસની વધુ પૂછપરછમાં મૃતક કે જે પોતે દારૂ અને જુગાર રમવાની ટેવવાળો હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી માઠું લાગી આવતાં બેડની નદી પાસે આવ્યો હતો, અને બાઈક સાથે ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.