કાળો રંગને સામાન્ય રીતે શક્તિ, ભય અને રહસ્યનું પ્રતીક માનવામાં આવે છે. સ્પેશિયલ કમાન્ડો ફોર્સના જવાનોનો યુનિફોર્મ તમને કાળો જ જોવા મળશે. ફક્ત ભારત જ નહીં અન્ય દેશોના સ્પેશિયલ ફોર્સના જવાનોનો યુનિફોર્મ પણ કાળો હોય છે. ત્યારે આ લેખમાં તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.
સ્પેશિયલ કમાન્ડો ફોર્સના જવાનોનો યુનિફોર્મ તમને કાળો જ જોવા મળશે. ફક્ત ભારત જ નહીં અન્ય દેશોના સ્પેશિયલ ફોર્સના જવાનોનો યુનિફોર્મ પણ કાળો હોય છે. જેમ કે SWAT, FBI, કમાન્ડો યુનિટ્સ, બ્લેક કેટ કમાન્ડો અને અન્ય ઓપરેશન ટીમો કાળો યુનિફોર્મ પહેરે છે. ત્યારે આ લેખમાં તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.
સ્પેશિયલ ફોર્સની કામગીરી મોટેભાગે રાત્રે અથવા ઓછા પ્રકાશવાળી જગ્યાઓએ હોય છે. આવી સ્થિતિમાં કાળો યુનિફોર્મ રાતના અંધકાર સાથે વધુ સારી રીતે ભળી જાય છે. જેના કારણે કમાન્ડો દુશ્મનની નજરથી સુરક્ષિત રહે છે. સાદી ભાષામાં કહીએ તો કાળા યુનિફોર્મનો વાસ્તવિક હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સૈનિકોની હાજરી દુશ્મનને ઓછી દેખાઈ શકે, જેથી કમાન્ડો તેમના મિશનમાં આગળ વધી શકે. કાળો યુનિફોર્મ કમાન્ડોના યુનિફોર્મ સાથે જોડાયેલા ટેકનિકલ સાધનો જેવા કે નાઇટ વિઝન ગોગલ્સ, હેલ્મેટ અને ટેક્ટિકલ ગિયરની સાથે ભળી જાય છે.
કાળા યુનિફોર્મ પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. કાળો રંગને સામાન્ય રીતે શક્તિ, ભય અને રહસ્યનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે સ્પેશિયલ ફોર્સ કાળો યુનિફોર્મ પહેરીને કોઈપણ ઓપરેશનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની દુશ્મન પર ભારે માનસિક અસર પડે છે. ઘણી વખત બ્લેક કમાન્ડોને જોઈને દુશ્મનની હિંમત તૂટી જાય છે. આ ઉપરાંત કાળો યુનિફોર્મ પણ સમગ્ર વિશ્વમાં એક પ્રકારનું આઇડેન્ટિટી સિમ્બોલ છે, જે દર્શાવે છે કે તેને પહેરનાર વ્યક્તિ સામાન્ય સૈનિક અથવા જવાન કરતાં વધુ ટ્રેન કમાન્ડો છે.
સ્પેશિયલ ફોર્સમાં કાળો રંગનો ઉપયોગ આજનો નથી. તે બીજા વિશ્વ યુદ્ધના સમયથી ચાલ્યો આવે છે. એવું માનવામાં આવે છે કે કાળો યુનિફોર્મ સૌપ્રથમ નાઝી જર્મનીના શુટ્ઝસ્ટાફેલ (એસએસ) ફોર્સ માટે ઉપયોગમાં લેવાયો હતો. જો કે, પાછળથી આ યુનિફોર્મનો ઉપયોગ વિવાદાસ્પદ માનવામાં આવ્યો, પરંતુ તેના પ્રભાવને કારણે પછીથી અન્ય દેશોની સેનાઓએ પણ તેને અપનાવી લીધો. ખાસ કરીને 1970 અને 1980 ના દાયકામાં વિવિધ દેશોએ તેમની સ્પેશિયલ ફોર્સ માટે કાળો રંગ અપનાવ્યો.