News Updates
SURAT

સુરતમાં વિચિત્ર ઘટના: ગાય સિમેન્ટનાં પતરાંના રૂમની ઉપર ચડેલી,સૂતેલા પરિવાર પર પડી, બાળક સહિત ત્રણને ગંભીર ઈજા

Spread the love

સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી. રાત્રે એક રૂમના સિમેન્ટમાં પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું તૂટી જતાં ગાય રૂમમાં સૂતેલા પરિવાર પર પડી હતી. આઘટનામાં ઘરના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી. જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફેક્ચર થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અન્સારી (ઉં.વ.35 વર્ષ) હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ ડસ્ટગીર નગરમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી.

પતરું સિમેન્ટનું હોવાથી ગાયના વજનથી તૂટી ગયો હતો. ત્યારબાદ રૂમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી. આ અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફેક્ચર થઈ ગયું હતું. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનામાં સમીમના રાશિફ (ઉં.વ. 6 વર્ષ) અને નશિબા (ઉં.વ. 12 વર્ષ) નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ત્યારબાદ જ્યાંથી આ ગાય પતરા પર ચડી ગઈ હતી, ત્યાં લાકડા બાંધી દેવામાં આવ્યા છે.


Spread the love

Related posts

Surat થી Ayodhya નું વેઈટિંગ લિસ્ટ 4 મહિનાનું 

Team News Updates

3 મોપેડ અને બે રિક્ષા ભડભડ સળગી ઊઠી,3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક

Team News Updates

SURAT: સુરતમાં ઓટોરિક્ષા ભડભડ બળીને ખાખ રોડ પર ,આગ લાગતાં અફરાતફરી

Team News Updates