News Updates
VADODARA

વિદ્યાર્થીનો આપઘાત વડોદરાની MS યુનિ.માં :મારી જાતે પગલું ભર્યું છે,કોઈનો વાંક નથી-સુસાઈડ નોટમાં લખ્યું,સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો

Spread the love

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, કોઈનો વાંક નથી, મેં મારી જાતે આ પગલું ભર્યું છે. આ અંગે પોલીસ હાલમા તપાસ કરી રહી છે. નાયલોન દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો આ બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકમાં વિવેક કરંગિયા (અભ્યાસ હાલ રહે, ડાયમંડ જુબલી હોસ્ટેલ રૂમ નંબર 22, યોગ નિકેતન નિઝામપુરા રોડ ફતેગંજ વડોદરા શહેર, મૂળ રહે ગામ રાણા કંડોરણા તાલુકો રાણાવાવ પોરબંદર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતક યુવક વનરાજ મુળુભાઈ રાતિયા (ઉં.વ. 18, મૂળ વતન પોરબંદર)એ અગમ્ય કારણોસર ડાયમંડ જુબલી હોસ્ટેલના રૂમ નંબર 22માં પંખા સાથે નાયલોન દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો છે.

આ બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં આ 18 વર્ષીય યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ યુવક મૂળ પોરબંદરનો હોવાનું સામે આવ્યું છે અને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ અંગે ફતેગંજ પોલીસ મથકનાં પી.આઇ અજયદાન ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ યુવક એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ બાબતે પરિવારને જાણ કરાઇ છે અને આત્મહત્યા ક્યાં કારણોસર કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


Spread the love

Related posts

 શિક્ષિકા બિમાર થાય તો સાસરીયા ભુવા જાગરીયા કરાવતા, પતિએ મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ

Team News Updates

વડોદરામાં CMના કાર્યક્રમમાં વિરોધ પહેલા બે કોંગીનેતા નજરકેદ, મોર્નિંગ વોકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પાછળ પોલીસ દોડી, વેનમાં બેસાડી લઈ ગઈ

Team News Updates

547મો પ્રાદુરભાવ ઉત્સવ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો:આવતીકાલે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉત્સવની ઉજવણી થશે

Team News Updates