News Updates
GUJARAT

Valsad:એક લાખ આપવા પડશે ધંધો કરવો હોય તો દરવર્ષે :વલસાડના અબ્રામામાં ગેરેજ સંચાલક પાસેથી ખંડણી માગનાર સાપ્તાહીક અખબારના તંત્રી સામે પોલીસ ફરિયાદ

Spread the love

વલસાડ શહેરના અબ્રામાની વૃદાવન સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટના માલિકની જમીન ભાડે રાખીને 2 મિત્રોએ 2021માં મારુતિ મોટર્સના નામે ગેરેજની શરૂઆત કરી હતી. જે ગેરેજ વર્ષ 2023માં એક સાપ્તાહિક અખબારના તંત્રીની નજરે આવી જતા ગેરકાયદેસર ગેરેજ હોવાના સમાચાર પોતાના સાપ્તાહિક અખબારમાં પ્રસિદ્ધ કર્યા હતા. ગેરેજ સંચાલકે તેમને સમગ્ર હકીકત જણાવતા રૂ 1 લાખ વાર્ષિક આપવાની ખંડણી સાપ્તાહિક અખબારના તંત્રીએ માંગી હતી. જે બાદ ગેરેજ સંચાલક સાથે રૂ. 50 હજારમાંસમાધાન થયું હતું. વારંવાર ઉઘરાણી કરી રૂપિયાની માંગણી કરતા ગેરેજ સંચાલકે વલસાડ સીટી પોલીસ મથકે સાપ્તાહિક અખબારના તંત્રી વિરુદ્ધ ખંડણી માંગતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

વલસાડના અબ્રામા ખાતે આવેલી વૃદાવન સોસાયટીમાં આવેલી સર્જેનભાઈ દેસાઈની ખુલ્લી જમીનમાં વર્ષ 2021માં પતરાનો શેડ બનાવી કાર્તિકભાઈ હરીશચંદ્ર દેસાઈ અને દરગાહભાઇ જગમાલભાઈ રબારીએ ભાગીદારીમાં મારુતિ મોટર્સ નામથી ગેરેજની શરૂઆત કરી હતી. ત્યારે નગર પાલિકા પાસેથી જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. ત્યારે પાલિકાના આધિકારીઓએ ગેરેજ માટે પતરાનો શેડ બનાવ્યો હોવાથી વધારાની પરવાનગી ની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. અને નગર પાલિકામાં વાર્ષિક 25 હજાર વેરો ભરવા જણાવ્યું હતું. અને કાર્તિકભાઈ ગેરેજનું સંચાલન કરતા આવ્યા હતા. જે ગેરેજ વલસાડના એક સાપ્તાહિક અખબારના તંત્રી કમલેશ શોભલાલ શાહની નજરમાં ગેરેજ આવ્યું હતું. જેથી તેમના સાપ્તાહિક અખબારમાં ગેરેજ ગેરકાયદેસર હોવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા. ગેરેજ સંચાલક કાર્તિકભાઈ અને તેમના પાર્ટનર સાપ્તાહિક અખબારના તંત્રીને સાચી હકીકત જણાવવા મળવા અખબારના તંત્રીના ઘરે ગયા હતા. ત્યારે સાપ્તાહિક અખબારના તંત્રીએ ગેરેજ ચલાવવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. નહીંતર હજુ પેપરમાં સમાચાર લખીને નગર પાલિકા ઉપર ગેરેજ તોડવા દબાણ લાવીને ગેરેજનો શેડ તોડવી નાખવાની ધમકી આપી હતી.

કાર્તિકભાઈના મિત્રોએ કમલેશ શાહને ગેરેજ સંચાલક પાસે ક્યાં કારણથી રૂપિયા માંગો છો તેમ પૂછતાં કમલેશ શાહે ગેરેજ સંચાલકની પેપરમાં લીધેલી જાહેરાતના રૂપિયા માંગતો હોવાનું જણાવ્યું હતું. સાપ્તાહિક અખબારના તંત્રી દ્વારા વારંવાર રૂપિયાની ઉઘરાણીઓ કરતા તેનાથી કંટાળી ગેરેજ સંચાલક કાર્તિક દેસાઈએ સાપ્તાહિક અખબારના તંત્રી કમલેશ શાહ વિરુદ્ધ BNSની કલમ 308 (2) મુજબ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates

HOROSCOPE:વાહન ચલાવવામાં ધ્યાન રાખવુ ,આ ચાર રાશિના જાતકોને 

Team News Updates

GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Team News Updates