News Updates
SURAT

SURAT:OPDમાં 100થી વધુ લોકોને દાખલ;સિવિલમાં બેડની અછત રોગચાળો વકરતા!જમીન પર પથારીમાં સુવડાવી સારવાર

Spread the love

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગચાળો હાલ સુરતમાં વકર્યો છે. આ પહેલાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં બોર્ડની બહાર બેડ મુકીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય તેવું પણ સામે આવ્યું હતું.

સુરતમાં પાણી તેમજ મચ્છરજન્ય રોગનો પગ પેસારો કર્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. જેથી દર્દીઓને નીચે જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવાનો વારો આવ્યો છે. જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે.

સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60 હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે. ક્યારે મેડિકલ વિભાગમાં 500થી 600 ઓપીડી નોંધાતી હતી તે હાલ 750થી 800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાં 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બાળકોની પણ 150થી 200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે.

છેલ્લા એક મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને પહોંચી વળવા માટે સિવિલનું તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલાં પણ જ્યારે દર્દીઓનો ધસારો વધ્યો ત્યારે કિડની બિલ્ડીંગના પાંચમાં માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે આઠમા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહે છે.


Spread the love

Related posts

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Team News Updates

7 લોકોને ઉડાડ્યા, પિતા-પુત્ર સહિત 3નાં મોત,સગર્ભા ગંભીર, ત્રણને ઈજા, હોન્ડા સિટીના ચાલકે ફુલ સ્પીડમાં રિંગ રોડની સાઇડમાં બેઠેલા

Team News Updates

SURAT:રાવણ પલળી ગયો ભારે વરસાદના કારણે:વરસાદના કારણે ભવ્ય આતિશબાજી જોવા મળશે નહીં,આયોજકો સાંજે રાવણ દહન માટે પ્રયાસ કરશે

Team News Updates