News Updates
ENTERTAINMENT

બિશ્નોઈ સમાજની માફી માગો અને મામલો પતાવો,સલમાનને સલાહ ભાજપના પૂર્વ સાંસદની કહ્યું- વ્યક્તિથી ભૂલ થાય

Spread the love

NCP નેતા બાબા સિદ્દીકની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેને સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી છે.

NCP નેતા બાબા સિદ્દીકની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેને સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી છે.

હરનાથ સિંહ યાદવની પોસ્ટ પર લોકો ઘણા લોકો રિએક્શન આપી રહ્યા છે અને સલમાન ખાનથી ગુસ્સે થઈ રહ્યા છે. જો હરનાથ સિંહની વાત કરીએ તો તેઓ ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ છે.

1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને તેના કો-સ્ટાર્સ સાથે મળીને કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસમાં પહેલીવાર સલમાન ખાનની 12 ઓક્ટોબર 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા.

5 એપ્રિલ, 2018 ના રોજ, અભિનેતાને કાળા હરણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 5 વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી. આ પછી, 7 એપ્રિલ, 2018 ના રોજ, 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જોકે, કાળા હરણના શિકાર મુદ્દે બિશ્નોઈ સમુદાય તેમનાથી નારાજ છે અને તેમને સતત માફી માંગવા માટે કહી રહ્યો છે. આ કારણોસર બિશ્નોઈ ગેંગ તેની પાછળ પડી છે.

અગાઉ પણ સતત ઈ-મેલ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. પનવેલ ફાર્મ હાઉસની રેક પણ કરવામાં આવી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે ફાયરિંગ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે બાબા સિદ્દીકીની હત્યાએ માત્ર રાજકારણ જ નહીં બૉલીવુડને પણ હચમચાવી દીધું છે.


Spread the love

Related posts

AISHWARIYA-ABHISHEK બચ્ચનનાં મતભેદનાં આ હોઈ શકે છે, કારણો…

Team News Updates

25 કરોડ ફી લઈને કાર્તિક આર્યન બન્યો સત્યપ્રેમ!:કિઆરાઅને મળી છે ફક્ત 4 કરોડ રૂપિયા ફી, 29 જૂને થિએટરમાં ધૂમ મચાવશે ફિલ્મ

Team News Updates

શું હવે વિરાટ-રોહિત યુગમાંથી આગળ વધવાનો સમય આવ્યો છે:બંનેની કેપ્ટનશિપમાં ICCની 6 ટૂર્નામેન્ટ રમ્યા, એક પણ ટ્રોફી જીતી શક્યા નથી

Team News Updates