News Updates
ENTERTAINMENT

સિઝનની પ્રથમ સેમિફાઈનલમાં ગાયત્રી-ત્રિસાની જોડી પહોંચી:  દક્ષિણ કોરિયાને હરાવ્યું સિંગાપોર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 6

Spread the love

ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલીની ભારતીય શટલર જોડી સિંગાપોર ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓએ ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-6 સાઉથ કોરિયાની જોડી કિમ યોંગ અને કોંગ યંગને 21-18, 21-9, 24-23થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયા અને જાપાન વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે.

આ જીત સાથે ભારતીય જોડી સિઝનની પ્રથમ સેમિફાઈનલ રમશે. આ પહેલા બંને 2023 ઓલ ઇંગ્લેન્ડ ઓપનની સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. ટીમ ત્રીજા સ્થાને રહી હતી.


ગાયત્રી અને ટ્રીસા વચ્ચેનો મુકાબલો ઉગ્ર રહ્યો હતો, પ્રથમ ગેમમાં શરૂઆતના 4 પોઈન્ટ બાદ ભારતીય જોડી પાછળ રહેવા લાગી હતી. કોરિયાના કિમ અને કોંગે ત્રણ પોઈન્ટની સરસાઈ મેળવી હતી અને તેને જાળવી રાખી હતી. આ દરમિયાન ભારતીય જોડીએ ઘણી ભૂલો કરી અને તેને ઉભરવાની તક મળી ન હતી. દક્ષિણ કોરિયાની જોડીએ પ્રથમ ગેમ 21-18થી જીતી હતી.

બીજી ગેમમાં ગાયત્રી અને ટ્રીસાએ અલગ વ્યૂહરચના અપનાવી હતી. જોકે, 7-3થી આગળ થયા બાદ ટ્રીસા અને ગાયત્રીએ સતત 5 પોઈન્ટ ગુમાવ્યા હતા. પ્રથમ હાફ પછી કોરિયન જોડીએ દબાણ સર્જ્યું હતું, પરંતુ ભારતે કમબેક કર્યું હતું અને 21-19થી ગેમ જીતીને મેચ બરાબરી કરી હતી. ત્રીજી ગેમમાં સ્પર્ધા જોરદાર રહી હતી. બંનેમાંથી કોઈએ પણ લીડને 3 થી વધુ વધવા દીધી નથી. બે મેચ પોઈન્ટ ગુમાવ્યા બાદ ગાયત્રી અને ટ્રીસાએ 24-22થી ગેમ જીતી લીધી હતી.

એક દિવસ પહેલાં ગુરુવારે મેન્સ સિંગલ્સમાં ભારતના એચએસ પ્રણયને 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11મી ક્રમાંકિત જાપાનના કેન્ટા નિશિમોટો સામે 13-21, 21-14, 15-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાની ખેલાડી સામે છ મેચમાં ભારતીય ખેલાડીની આ ચોથી હાર હતી.

બીજી તરફ બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16 મેચમાં સ્પેનની કેરોલિના મારિન સામે હારીને બહાર થઈ ગઈ હતી. આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, ભારતીય શટલરે પ્રથમ ગેમ જીતી હતી, પરંતુ બાદમાં તે મેચ 21-11, 11-21, 20-22થી હારી ગઈ હતી. સ્પેનિશ ખેલાડીના હાથે સિંધુની આ સતત છઠ્ઠી હાર હતી.


Spread the love

Related posts

IPL 2024:અક્ષર પટેલને શેનો ડર સતાવી રહ્યો છે? ‘તેના પર ખતરો તોળાઈ રહ્યો છે’…

Team News Updates

દેશ માટે અનેક મેડલ જીતનાર અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી પર લાગ્યો બળાત્કારનો આરોપ

Team News Updates

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે અભદ્ર મજાક:અભિનેત્રીનો નકલી વિડીયો વાયરલ, અમિતાભ બચ્ચને કહ્યું,’ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ’

Team News Updates