News Updates
GUJARAT

PATAN:18.60 કરોડનો વીમો ઉતારાયો 61 નવદંપતીનો,દોઢ કરોડના ખર્ચે જર્મન ફાયર-વોટરપ્રૂફ ડોમ, દેશી ચૂલા પર રસોઈ તૈયાર કરાશે;પાટણમાં પાટીદાર સમૂહલગ્નમાં શાહીઠાઠ

Spread the love

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના મધ્યમ પરિવારના દીકરા-દીકરીઓના સમૂહ લગ્ન આગામી તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે જાજરમાન આયોજન સાથે યોજાનાર છે. ત્યારે પ્રથમ સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ના ભૂતોના ભવિષ્યતિ સમાન બની રહેનારા આ સમૂહ લગ્નની ચાલતી તૈયારીઓને નિહાળવા અન્ય સમાજના સંગઠનો પણ સંડેર મુકામે આવી 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠનના આયોજનની પ્રેરણા લઇ રહ્યા છે. પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે દોઢ કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100×132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમ (મંડપ)માં ભવ્યાતિભવ્ય પ્રથમ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યાં છે. જેમાં 42 લેઉવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 61 નવદંપતીઓ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી લગ્નગ્રંથીથી જોડાશે.

આ સમૂહ લગ્ન મા જોડાનાર તમામ 61 નવદંપતિઓને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠિઓ દ્વારા આપવામાં આવનાર છે. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા ના 53 ગામોમાં રહેતા 42 લેઉવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈ સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન કંકોત્રી પહોંચાડી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમા અંદાજે 20,000થી વધુ લોકો આવવાનો અંદાજ છે.

હાલમાં 4000થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા સાથે વર કન્યાની ચોરી માટે જર્મન ટેકનોલોજીનો એલ્યુમિનિયમના 152 પિલ્લર પર 1100 ફૂટ લંબાઈ 132 ફૂટ પહોળાઈ અને 41 ફૂટ ઊંચાઈનો ફાયર અને વોટર પ્રુફ ડોમ બંધાઈ રહ્યો છે. જેમાં 500 જેટલા હેલોઝન 400 જેટલા પંખા 4 ટાવર એર કન્ડિશનર અને કુલરો સહિત આધુનિક વ્યવસ્થા સાથે 61 વર કન્યા ની ચોરી બનાવવાની કામગીરી ચાલી રહી છે. સમૂહ લગ્નની શાસ્ત્રોક્ત વિધિ માટે 70 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. સમૂહ લગ્ન મંડપમાં ત્રણ એલ.ઇ.ડી સ્ક્રીન પણ ઉભી કરવામાં આવશે જેના દ્વારા લોકો લાઈવ સમૂહ લગ્નને પણ માણી શકશે.

42 લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં જોડાનાર નવદંપત્તિઓને અમદાવાદ જગન્નાથમંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ આશિર્વચન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. તો તેઓની સાથે આ સમૂહ લગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, મંત્રી રાઘવજીભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, ડો. કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા જૂદી જૂદી 28 જેટલી કમિટીઓ હાલમાં કામે લાગી છે.

સમૂહ લગ્નની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્નમંડપ, રસોડું અને પાર્કિંગ સહિતના સ્થળને વાઇફાઇથી સજ્જ હાઇરિઝ્યુલેસન સાથેના 32 સીસીટીવી કેમેરાથી સજ્જ કરી 25 લોકોની ટીમ પાંચ સ્કીન પર પળે પળની નજર રાખશે સાથે 800 સ્વયંસેવકો વોકી ટોકી સાથે પોતાની સેવા આપશે. તો મેડિકલ, ડીઝાસ્ટર, મિકેનિકલ અને ઈલેક્ટ્રિક સેવા માટે 100થી વધુની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. બાળકો માટે ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ અને ઘોડીયા ઘર પણ કાયૅરત કરાશે. જયારે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા સમાજના દીકરા-દીકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્ટોલ ફાળવી તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું પ્રદશૅન પણ કરવામાં આવશે. નવી પેઢી સમક્ષ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રવેશ દ્વારમાં ગાડુ, હળ, ઘંટી,વલોણું, પટારો, ફાનસ, હીંચકો, જૂના દરવાજા સહિતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવશે.

સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલોના 15-15 લાખના વીમા ઉતારવા માટે રૂ.18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી છે. આ સાથે દરેક વરઘોડીયાને સમૂહ લગ્નોત્સવ સ્થળે લાવવા લઈ જવા માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા 80 લક્ઝરી બસોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવાની સાથે સમૂહ લગ્નમા આવનાર લોકોના કાઉન્ટીગ માટે કુલ 9 પિપલ કાઉન્ટીગ મશીન સમૂહ લગ્ન સ્થળ પર કાયૅરત કરાશે. આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં 42 સામજની 590 દીકરીઓને સર્વાઈકલવેકસીનનો બીજો ડોઝ આપવા આવશે. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પણ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રયાસ કર્યા હોવાનું સમૂહલગ્ન સમિતિ કન્વીનર અડીયાના હાર્દિક પટેલે જણાવ્યું હતું.


Spread the love

Related posts

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતને કરોડોના વિકાસ કામોની ભેટ આપી,કહ્યુ-‘લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે’

Team News Updates

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતમાં 77માં સ્વાતંત્રદિન નિમિત્તે પસનાલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Team News Updates

 Weather:ખમૈયા  કરશે હવે મેઘરાજા! તાપમાનમાં થશે વધારો ગુજરાતના આ વિસ્તારોમાં

Team News Updates