News Updates
MORBI

18 લોકો જુગાર રમતા ઝડપાયા ભાજપ નેતા સહિત:ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહામંત્રી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ,હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતાં પકડાયેલા તાલુકા

Spread the love

હળવદમાં આવેલા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે ઘોડી પાસાનો જુગાર રમતા 18 શખસ ઝડપાયા હતા, જેમાં ભાજપના બે આગેવાનો પણ સમાવેશ થતો હતો. જેથી કરીને પોલીસે તેમની પણ ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરી હતી. જે દરમિયાન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા જુગારની રેડમાં પકડાયેલા ભાજપના બંને હોદ્દેદારોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હળવદ શહેરમાં આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમતાં હોવા અંગેની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતાં કુલ મળીને 18 શખસ મળી આવ્યા હતા, જેમાં ભાજપના બે આગેવાનોનો પણ સમાવેશ થતો હતો. આ 18 શખસની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2,02,100ની રોકડ કબજે કરવામાં આવી હતી.

આ જુગારની રેડ બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા હાલમાં જુગારની રેડમાં પકડાયેલા ભાજપના બંને આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તેઓએ વલ્લભભાઈ ખાવડીયા તથા ભરતભાઈ વઢરેકિયાને પાર્ટીના સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે, વલ્લભભાઈ ખાવડીયા હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય છે. જ્યારે ભરતભાઈ વઢરેકિયા હાલમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી છે. આ બંને હોદ્દેદારોને ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

MORBI:જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી,મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

Team News Updates

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates

MORBI:રીક્ષાના પાછળના ટાયરમાં આવી જતા બાળકનું મોત મોરબીના વિસીપરામાં,રીક્ષાચાલક ફરાર

Team News Updates