પોરબંદરના હેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.18) નામની યુવતિએ પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઇ ભારે ગમગીન છવાઇ ગઇ હતી યુવતિએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.