News Updates
NATIONAL

રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું MiG-21 ક્રેશ:ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું; 2 મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

Spread the love

સોમવારે સવારે હનુમાનગઢમાં MiG-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. હનુમાનગઢમાં બહલોલ નગર વિસ્તારમાં એક ઘર ઉપર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. એક ઘાયલની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે પાયલટ સુરક્ષિત છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિગએ સુરતગઢથી ઉડાન ભરી હતી.

ગયા વર્ષે પણ બાડમેરમાં મિગ-21 ક્રેશ થયું હતું, 2 પાયલટ શહીદ થયા
28 જુલાઈ 2022ના રોજ, રાજસ્થાનના બાડમેરમાં MiG-21 બાયસન (ટ્રેનર એરક્રાફ્ટ) ક્રેશ થયું હતું. તેમાં આગ લાગી હતી અને કાટમાળ લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં વિખરાયો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ શહીદ થયા હતા. જ્યાં પ્લેન પડ્યું હતું ત્યાં 15 ફૂટની ત્રિજ્યામાં એક મોટો ખાડો પડી ગયો હતો.

5 દાયકામાં 400 ક્રેશ, 200 પાયલટે જીવ ગુમાવ્યા
સોવિયત સંઘે 1940માં MiG એરક્રાફ્ટ બનાવ્યું અને 1959માં તેને પોતાની એરફોર્સમાં સામેલ કર્યું. ત્યારે તે 2229 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકતું હતું એટલે કે અવાજની ઝડપ કરતાં 1000 કિમી/કલાક વધુ. MiGને એપ્રિલ 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. 1971 અને 1999 ના યુદ્ધ જીતવામાં MiGની મહત્વની ભુમિકા રહી હતી. પરંતુ ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં 400 દુર્ઘટનાઓમાં 200 પાયલટોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. MiG-21 વિમાનોને 2025 સુધીમાં ભારતના આકાશમાંથી ઉતારી લેવામાં આવશે.

1960ના દાયકામાં એરફોર્સના કાફલામાં સામેલ થયું હતું MiG-21
MiG-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયત મૂળના MiG-21 વિમાનો સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ભારતીય વાયુસેનાના કાફલામાં MiG-21 વિમાન 1960ના દાયકાની શરૂઆતમાં સામેલ થયું હતું અને 2022 સુધીમાં, MiG-21 એરક્રાફ્ટ સાથે સંકળાયેલા લગભગ 200 અકસ્માતો થયા છે.


Spread the love

Related posts

આ દિવસથી ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો તારીખ અને સમય

Team News Updates

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા:8 જિલ્લામાં કર્ફ્યુ, 7500 લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા; સેના તૈનાત

Team News Updates

આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

Team News Updates