News Updates
NATIONAL

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ

Spread the love

અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

BharatPeના MD અને ર્શાક ટેન્કના ર્શાક અશ્નીર ગ્રોવર પર છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના પાંચ સભ્યો પર આરોપ લગાડવામાં આવ્યા છે. અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યો પર કરોડો રુપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં પર EOW (ઈકોનોમિક ઓફેંસ વિંગ)એ 81 કરોડના છેતરપિંડીનો ગુનો દાખલ કરેલ છે.

આ લોકો સામે FIR દાખલ કરવામાં આવી

EOW એ અશ્નીર ગ્રોવર, માધુરી જૈન ગ્રોવર, દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન પર IPC કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે TV9 ગુજરાતી આ લોકો પર FIR ને લઈને કોઈ પણ પ્રકારની ખાતરી આપતું નથી.

BharatPe એફઆઈઆરનો સ્વીકાર

તે જ સમયે ભારતપે આ સમગ્ર મામલે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. BharatPeએ અશ્નીર ગ્રોવર (Ashneer Grover) તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri Jain Grover) અને પરિવારના અન્ય સભ્યો સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનું સ્વાગત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ પર આ FIR નોંધી છે. દિલ્હી પોલીસની આ એફઆઈઆરમાંથી, પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢવામાં આવશે.


Spread the love

Related posts

રખડતા કુતરાનો ત્રાસ:વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40 હજારથી વધુ લોકોને રખડતા કુતરાઓ કરડ્યા, સ્ટ્રીટ ડોગ વધુ હિંશક રીતે એટેક કરતા હોવાનું સામે આવ્યું

Team News Updates

મહાદેવ સટ્ટાબાજી એપના માલિક રવિ ઉપ્પલની UAEમાં ધરપકડ:ટૂંક સમયમાં ભારતમાં લાવવાની તૈયારી; ED મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહી છે

Team News Updates

PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો,ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે

Team News Updates