News Updates
RAJKOT

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Spread the love

આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અને તેમના હસ્તે રાજયની અલગ-અલગ આવાસ યોજનાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા છે. જે અંતર્ગત ત્યારે રાજકોટ મહાપાલિકાની પાંચ આવાસ યોજનાના 1548 ફલેટના ઇલોકાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ વોર્ડ નં.3નાં પોપટપરા વિસ્તારમાં રૂપિયા 5.50 લાખની કિંમતના 1010 આવાસનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત મેયર સહિતના દિગ્ગજો પણ ખાસ હાજર રહ્યા હતા. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે ગુજરાતીમાં વાતચીત કરી તેમને સ્વચ્છતા જાળવવા અને પાણીનો બચાવ કરવા જેવી અપીલ કરી હતી.

આવાસનો કબ્જો લાભાર્થીઓને સોંપાયો
મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ.119.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ EWS-1 EWS-2 કેટેગરીના 1548 આવાસોનું ઈ-લોકાર્પણ તથા રૂ.119 કરોડથી વધુનાં ખર્ચે તૈયાર થનાર EWS-2 કેટેગરીના 1010 આવાસોનું ઈ-ખાતમુહુર્ત શહેરનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતેથી PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયું હતું. જેમાં મનપા દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ સોરઠીયાવાડી સર્કલ પાસે રૂ.30.52 કરોડના ખર્ચે 528, કણકોટ રોડ પર રૂ 28.33 કરોડના ખર્ચે 400, મવડી મુકિતધામ પાસે અને રૂ. 61.01 કરોડના ખર્ચે બનેલા 620 આવાસ સહિત કુલ રૂ.119.86 કરોડના ખર્ચે પાંચ સાઇટ પરનાં આવાસનો કબ્જો લાભાર્થીઓને સોંપાયો હતો.

1010 આવાસ બનશે
બીજીતરફ પોપટપરા વિસ્તારમાં ટીપી 19માં ફાઇનલ પ્લોટ નં.12-A તથા 12-Bમાં EWS-2 કેટેગરીમાં રૂ. 119.05 કરોડના ખર્ચે 1010 આવાસ બનાવવામાં આવનાર છે. તેનો પ્રારંભ પણ પ્રધાનમંત્રીએ ઓનલાઇન કરાવ્યો હતો. 1.5 બીએચકેના આ આવાસની કિંમત 5.50 લાખ નકકી કરવામાં આવી છે. જે માટેના ફોર્મ થોડા સમય બાદ બહાર પાડવામાં આવનાર છે. આ રીતે નવા નાણાંકીય વર્ષમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે વધુ એક આવાસ યોજનાનું કામ વડાપ્રધાન મોદીના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates

આયુર્વેદિક સીરપનો નશો!:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી 6 બ્રાન્ડની 73275 બોટલ સીરપ પકડી, આલ્કોહોલની પ્રમાણ જાણવા FSLની મદદ લીધી

Team News Updates

78 કલાક પછી TRP ગેમ ઝોનમાંથી એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ મળ્યાં,માનવ શરીર સાથે રાખ બાકી બધું

Team News Updates