News Updates
NATIONAL

970 કરોડના ખર્ચે તૈયાર થયું નવું સંસદ ભવન, સુંદરતા જોઈ તમારી આંખો અંજાઈ જશે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી શકે છે. આ ઈમારતની સુંદરતા એવી છે કે તેને જોઈને તમારી આંખો અંજાય જશે. આ સમાચારમાં અમે તમને આ ભવનની વિશેષતાઓથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ. 

નવી સંસદ ભવન 970 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ચાર માળ આ ઈમારતની જબરદસ્ત વિશેષતા છે.

64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. તેના ત્રણ મુખ્ય દરવાજા છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ 2020માં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. 

આ નવા સંસદ ભવનમાં કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે. ભારતીય બંધારણની મૂળ નકલ તેના બંધારણ સભાખંડમાં રાખવામાં આવી છે. તેમાં એક પુસ્તકાલય, અનેક મીટિંગ રૂમ છે. 

આ ઉપરાંત આ નવા સંસદભવનમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના અન્ય વડાપ્રધાનોની તસવીરો રાખવામાં આવશે. આ સિવાય બીજી પણ ઘણી સુવિધાઓ છે. 

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટીએ એક વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 30 મેના રોજ આ અભિયાનની શરૂઆત કરશે. બીજી રેલી 31 મેના રોજ યોજાશે. બીજેજીના નેતાઓ દેશભરમાં 51 રેલીઓ કરશે. આ સિવાય 396 લોકસભા સીટો પર જનસભાઓ યોજાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો તમામ આ રેલીઓ અને જાહેર સભાઓમાં ભાગ લેશે. 


Spread the love

Related posts

સપાના સાંસદ ડૉ. બર્કનું નિધન:5 વખત સાંસદ અને 4 વખત ધારાસભ્ય હતા; અખિલેશે સંભલથી લોકસભા 2024ની ટિકિટ આપી હતી

Team News Updates

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં મોટો ખુલાસો, કહ્યું- લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી

Team News Updates

નંદન નીલેકણીએ IIT મુંબઈને 315 કરોડનું દાન આપ્યું:કહ્યું-આ સંસ્થાએ મને ઘણું આપ્યું, દેશમાં કોઈપણ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વિદ્યાર્થી તરફથી મળેલું આ સૌથી મોટું દાન

Team News Updates