News Updates
NATIONAL

‘કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી’, DK શિવકુમારે આવું કેમ કહ્યું?

Spread the love

બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે ‘અમને વિધાનસભા ચૂંટણીમાં 135+ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી.

નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી, ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીત પછી પણ તેઓ ખુશ નથી. બેંગલુરુમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા શિવકુમારે કહ્યું કે, અમને વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ સીટો મળી છે, પરંતુ હું ખુશ નથી, મારા કે સિદ્ધારમૈયાના ઘરે શુભેચ્છા પાઠવવા ન આવો.

શિવકુમારે કેમ કહ્યું તે આ ચૂંટણીથી ખુશ નથી ?

બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે ‘અમને વિધાનસભા ચૂંટણીમાં 135+ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી. ત્યારે શિવકુમારે આમ કેમ કહ્યુ તે અંગે તેમણે ખુદ જણાવ્યું હતુ કે અમારું આગામી લક્ષ્ય લોકસભાની ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ.

આથી તેમને અપેક્ષા આ ચૂંટણીથી વધુ હતી કારણ કે આના આધારે જ આગામી ચૂંટણીમાં ભવિષ્ય નક્કી થશે. અગાઉ, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શિવકુમાર સાથે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિ પર બેંગલુરુમાં KPCC કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

સિદ્ધારમૈયાએ કહ્યું- ભાજપે આતંક પર ભાષણ ન આપવું જોઈએ

કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું, “પીએમ મોદી આતંકવાદ વિશે બોલે છે, પરંતુ શું તેઓ કહી શકે કે આતંકવાદને કારણે ભાજપના કોઈ નેતાએ જીવ ગુમાવ્યો છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ આતંકવાદને સમર્થન આપે છે, પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા નેતાઓ આતંકવાદી હુમલામાં કોંગ્રેસના ઘણા નેતાઓ માર્યા ગયા હતા.” જણાવી દઈએ કે સિદ્ધારમૈયા રાજીવ ગાંધીની પુણ્યતિથિના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે ટ્વીટ કર્યું, “પાપા, તમે હંમેશા મારી સાથે, યાદોમાં, પ્રેરણા તરીકે છો.” રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કરીને રાજીવ ગાંધીની વિવિધ પળોનો વીડિયો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ દિવસે 1991માં તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ના એક આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.


Spread the love

Related posts

દિલ્હીથી મુંબઈ સુધી લાખોની કિંમતના ડ્રેસની ચોરી:પૉશ શૉરૂમ્સમાંથી મોંઘાદાટ ડ્રેસ ચોરતી ગેંગ ઝડપાઈ, વાસણ વેચવાના બહાને ડ્રગ્સ સુંઘાડીને દાગીના પણ ચોરી જતી

Team News Updates

બાબા બાગેશ્વર માટે આલિશાન બંગલો તૈયાર:અમદાવાદમાં 10 બેડરૂમના બંગલામાં રહેશે, સુરક્ષામાં 200 જેટલા સિક્યુરિટી ગાર્ડ 24 કલાક તહેનાત રહેશે

Team News Updates

જોશીમઠ બાદ ઉત્તરાખંડના વધુ એક શહેર પર જોખમ:નૈનીતાલ ધસી રહ્યું છે, 10 હજાર ઘર પર જોખમ તોળાઈ રહ્યું; 250 ઘર ખાલી કરાવાયા

Team News Updates