News Updates
GIR-SOMNATHGUJARAT

કોડીનારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી

Spread the love

એસઓજી દ્વારા સઘન તપાસ, સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી કરવી ફરજિયાત

ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અને આતંકવાદી ઘટનાઓને અટકાવવા હોટલ/ગેસ્ટહાઉસોના માલિકોએ હોટલમાં રહેતા પર્યટકો પાસેથી આધાર-પુરાવા તેમજ વાહન વગેરેની માહિતીની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના તેમજ એસઓજીના ઈ.પોલીસ ઈન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોડીનારના ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં કાજીશેરી કોડીનારના રહેવાસી બહેરૂની આસિફભાઈ અબ્દુલગફારભાઈ જે અંજલી ગેસ્ટ હાઉસનું સંચાલન કરે છે તેમણે ગેસ્ટહાઉસમાં રહેવા આવતા પર્યટકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ ક.131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ જાહેર

Team News Updates

Navsari:2 ટ્ર્ક ફસાઈ 10 મજૂરો સાથે અંબિકા નદીના પૂરમાં

Team News Updates

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates