News Updates
GUJARAT

ભારતીય સેનાના રિટાયર્ડ આર્મી ઓફિસરે શરૂ કરી મોસંબીની ખેતી, જાણો કેવી રીતે કરી લાખો રૂપિયાની કમાણી

Spread the love

પૂર્વ કેપ્ટન પ્રકાશ ચંદનું કહેવું છે કે, જ્યારે તેઓ ગામમાં આવ્યા અને બાગકામ શરૂ કર્યું તો બીજા વર્ષે તેમને 60,000 રૂપિયાની આવક થઈ. ત્રીજા વર્ષે લગભગ 2 લાખ રૂપિયાની મોસંબીના પાકનું વેચાણ કર્યું હતું. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે બગીચાને ઘણું નુકસાન થયું છે. તેમ છતા તેઓ કહે છે કે આ વખતે અંદાજે 4 લાખ રૂપિયાનો નફો થશે.

નિવૃત્તિ બાદ ભારતીય સેનાના મોટાભાગના અધિકારીઓ શહેરમાં ઘર બનાવે છે અને બાકીનું જીવન આરામથી જીવે છે. તેમને ઘરના ખર્ચ માટે સરકાર તરફથી પેન્શન મળે છે. આજે આપણે એક એવા આર્મી ઓફિસરની વાત કરીશું જેમણે નિવૃત્તિ બાદ પોતાના વતનમાં આવીને ખેતી (Farming) કરવાનું વિચાર્યું. હવે તેઓ ખેતી દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની કમાણી (Farmers Income) કરી રહ્યા છે.

નિવૃત્તિ બાદ ખેતી કરવાનું શરૂ કર્યું

આપણે જેમના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ પ્રકાશ ચંદ છે. પહેલા તેઓ ભારતીય સેનામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્તિ બાદ તેઓ વતન પરત ફર્યા અને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં તેમની ઉંમર 70 વર્ષની છે. આ ઉંમરે પણ તેઓ જાતે જ ખેતી કરે છે. કેપ્ટન પ્રકાશ ચંદ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના કૈહદ્રુ ગામના રહેવાસી છે.

2 લાખ રૂપિયાની મોસંબીનું વેચાણ કર્યું

તેમની જમીનમાં મોસંબીના બાગ છે. તેમાંથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પૂર્વ કેપ્ટન પ્રકાશ ચંદનું કહેવું છે કે, જ્યારે તેઓ ગામમાં આવ્યા અને બાગકામ શરૂ કર્યું તો બીજા વર્ષે તેમને 60,000 રૂપિયાની આવક થઈ. ત્રીજા વર્ષે તેમણે લગભગ 2 લાખ રૂપિયાની મોસંબીના પાકનું વેચાણ કર્યું હતું. જો કે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે બગીચાને ઘણું નુકસાન થયું છે. તેમ છતા તેઓ કહે છે કે આ વખતે અંદાજે 4 લાખ રૂપિયાનો નફો થશે.

મોસંબી અને દાડમની ખેતી શરૂ કરી

કેપ્ટન પ્રકાશ ચંદનું કહેવું છે કે, તેઓ વર્ષ 2019થી ખેતી કરી રહ્યા છે. તેમણે HP શિવા પ્રોજેક્ટ હેઠળ બાગાયતી ખેતી શરૂ કરી હતી. HP પ્રોજેક્ટ હેઠળ, ખેડૂતોને બાગાયતની તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. HP શિવા પ્રોજેક્ટ હેઠળ તેમણે બંજર જમીન પર મોસંબી અને દાડમની ખેતી શરૂ કરી. ખાસ વાત એ છે કે પૂર્વ કેપ્ટન હવે પોતાના મોસંબી અને દાડમના બગીચામાં શાકભાજી પણ ઉગાડી રહ્યા છે. તેના કારણે તેની આવકમાં વધારો થયો છે.


Spread the love

Related posts

Panchmahal:દુર્ઘટના બને તો જવાબદાર કોણ?મોતની મુસાફરી કરતા મુસાફરો,પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

Team News Updates

Jamnagar:યુવકને નાસ્તો કરવા બોલાવી છરી વડે હુમલો કર્યો,જામનગરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં બે ભાઈઓએ,યુવકની હાલત ગંભીર

Team News Updates

15 જૂન પહેલા ખેડૂતોએ ડાંગરની રોપણી કરી તો થશે દંડ, જાણો કારણ

Team News Updates