News Updates
AHMEDABAD

ત્યજી દેવાયેલું બાળક હવે અમેરિકાની ગલીઓમાં ઘૂમશે:પાલડી બાલભવનમાંથી NRI દંપતીએ 6 વર્ષનું બાળક દત્તક લીધું, આજે અમદાવાદના નિવાસ્થાને પૂજા કરી રૂદ્રનો ગૃહપ્રવેશ કરાવ્યો

Spread the love

આજે મૂળ મહેસાણાના ત્યજી દેવાયેલા બાળકને NRI દંપતીએ દત્તક લીધો છે. બાળકનો ઉછેર બાલભવન પાલડી ખાતે થયો છે. બાળકનું નામ રુદ્ર છે, જેની ઉંમર 6 વર્ષની છે. આજે અમદાવાદ ખાતે NRI નિલેશભાઈ રાવલના નિવાસસ્થાને હિન્દુ વિધિ મુજબ પૂજા યોજીને બાળકનો ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં પરિવારના સભ્યો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ એ મેસેજ અપાયો હતો કે, અનાથ બાળકોને દત્તક લઈને સમાજ સામે લોકોએ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

નિલેશભાઈ 1997થી અમેરિકામાં રહે છે
અમદાવાદમાં નવરંગપુરામાં ઘર ધરાવતા નિલેશ રાવલ 1997થી અમેરિકાના મેરિલેન્ડમાં વસે છે. તેમના પરિવારમાં પત્ની, માતા-પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજો છે. તેમના ભાઈ-ભાભી પણ અમેરિકામાં જ વસે છે. નિલેશભાઈ અમેરિકામાં સ્ટોર્સ ધરાવે છે. તેમણે B.Sc ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમની પત્ની રેશ્માબેને ITનો અભ્યાસ કરેલો છે.

1 વર્ષ જેટલો સમય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ગયો
નિલેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બાળક દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને અઘરી હોય છે. અમને 1 વર્ષ જેટલો સમય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ગયો છે. અમેરિકામાં એજન્સીઓ હોય છે, જો કોઈએ બાળક દત્તક લેવું હોય તો આ એજન્સી તેમને બાળકના વીડિયો અને ફોટા બતાવે છે. દત્તક લેવાની પ્રક્રિયા આરંભ થયા બાદ જુદા-જુદા સરકારી ખાતામાં ઇનવોલ્વ થાય છે. ખરેખર બાળક દત્તક લેવાની પ્રક્રિયા ઓછા સમયમાં થાય તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

આ પ્રક્રિયાનો ખરેખર પ્રારંભ 4 વર્ષ પહેલાં થયો
વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાનો ખરેખર પ્રારંભ 4 વર્ષ પહેલાં થયો હતો. આ બાળક પણ તેમની સાથે અમેરિકામાં રહેશે. ભારતમાં અધિકારીઓ બાળક દત્તક લેવાની અરજી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના 21 દિવસમાં જવાબ આપવાના નિયમને પાળતા નથી. તેમાં સુધારો જરૂરી છે. રૂદ્ર નિલેશભાઈ અને રેશ્માબેનનું પહેલું બાળક છે. ભવિષ્યમાં પણ તેઓ અન્ય બાળકને દત્તક લઈ શકે છે.


Spread the love

Related posts

ત્રણ સિસ્ટમ સક્રિય હાલ ગુજરાત પર:અમદાવાદમાં 60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા,આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગના એંધાણ

Team News Updates

ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા

Team News Updates

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates