News Updates
BHAVNAGARGUJARAT

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ

Spread the love

ભાવનગરની વિકાસતિ જાતિ કલ્યાણની કચેરી દ્વારા રાત્રે મોડે સુધી રોકાઈને પ્રમાણપત્રો કાઢવામાં આવ્યા
વિદ્યાર્થીઓને અલગ અલગ શાળા-કોલેજોમાં એડમિશન માટે ખૂબ જ ટૂંકો સમય હોઈ લોકહિતમાં નિર્ણય લઈ સંવેદના દર્શાવાઈ

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ ભાવનગરની વિકાસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરીના અધિકારીઓએ પૂરું પાડ્યું છે. છેલ્લા એક અઠવાડિયા થી ભાવનગર બહુમાળી ભવન ખાતે આવેલી વિકાસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા મોડી રાત સુધી ધમધમતી જોવા મળી હતી.

ભાવનગરના બહુમાળી ભવન ખાતે આવેલી નાયબ નિયામકશ્રી વિકાસતી જાતિ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે બક્ષીપંચ જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોનો ખૂબ જ ઘસારો જોવા મળ્યો હતો. હાલ શાળા અને કોલેજોમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી એડમિશન મેળવવા માટે સમય મર્યાદા ખૂબ જ ઓછી આપવામાં આવી છે ત્યારે એડમિશનમાં જાતિના પ્રમાણપત્રોની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે જેને લઇ વિકાસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારનો ઘસારો વધ્યો છે.

જોકે વિકાસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરીના નાયબ નિયામકશ્રી એમ. એમ. મન્સૂરી, અધિકારીશ્રી વનરાજભાઈ ડોડીયા અને તેમની ટીમ દ્વારા રાત્રિના ૮.૩૦ સુધી આવેલી તમામ અરજીઓનો નિકાલ તે જ દિવસે કરવો તેઓ નિર્ણય લઈ વિદ્યાર્થીના હિતમાં રાત્રિના ૧૦.૩૦ વાગ્યા સુધી કામગીરી ચાલુ રાખી અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી કચેરી રાત્રિના સમયે પણ ધમધમતી જોવા મળી રહી છે. કોઈપણ વિદ્યાર્થીઓને એડમિશનમાં જાતિના પ્રમાણપત્રને લઈને મુશ્કેલી ન પડે તે માટે એક જ દિવસમાં ૩૫૦ કરતા વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

જે અરજદારો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે લાઈનમાં ઊભા હોય ત્યાં ખુદ અધિકારીઓ જઇ તેમના ડોક્યુમેન્ટ ચેક કરી અને ડોક્યુમેન્ટ પૂરતા ન હોય તેવા લોકોને ડોક્યુમેન્ટ પૂરા કરવા માટે સલાહ આપવામાં આવી તેમજ જેમના ડોક્યુમેન્ટ હોય તેમને લાઈનમાં રાખી ખોટો સમય ન બગડે તે માટેની કામગીરી બાદ કરવામાં આવી હતી.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

હવામાં ઉડતી જોવા મળશે કાર  હવે ,ફ્લાઈંગ કારનો ટ્રાયલ સફળ

Team News Updates

જામનગરના યુવાનને મોતની છલાંગ લગાવી નદીમાં બાઈક સાથે,પિતાએ ઠપકો આપતા માઠુ લાગ્યું  દારૂ અને જુગારની ટેવ અંગે,બેડની નદીમાં કુદી જીવન ટૂંકાવ્યું

Team News Updates

HOROSCOPE:વાહન ચલાવવામાં ધ્યાન રાખવુ ,આ ચાર રાશિના જાતકોને 

Team News Updates