News Updates
AHMEDABAD

દારૂના નશામાં બાળકીનું અપહરણ:ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીની સાણંદ બ્રિજ નજીકથી દારૂડિયાઓએ ઉઠાંતરી કરી, પોલીસ તપાસમાં આરોપીઓ પકડાતા ભેદ ઉકેલાયો

Spread the love

અમદાવાદની સાણંદ ચોકડી પાસે બે દારૂડિયાઓએ એક બાળકીનું રસ્તા પરથી અપહરણ કરીને હળવદ તરફ જઇ રહ્યા હતા. જો કે, પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે આરોપીઓની ધરપકડ થતાં અપહરણનો ભેદ ખુલ્યો અને બાળકી પણ સુરક્ષિત રીતે મળી ગઈ હતી. તપાસમાં આ બંને આરોપીઓએ દારૂના નશામાં બાળકીને ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું હતું પણ આની પાછળ હ્યુમન ટ્રાફિકિંગ કે બાળકીને મજૂરી કે કોઈ કૃત્ય માટે ઉઠાવી ગયા હોવાની થિયરી પર પણ પોલીસ તપાસ કરી રહી છે.

ચાર વર્ષની બાળકી જ્હાનવી ગાયબ
છૂટક મજૂરી કરીને પોતાનો પરિવાર ચલાવનાર વ્યક્તિ બે બાળકો સાથે સાણંદ ચોકડી પાસે ઊભો હતો અને પોતાનાં સ્વજનની રાહ જોઈ રહ્યો હતો. આ સમયે બંને બાળકોને બ્રિજની નીચે ઊભાં રાખી નજીકમાં જાહેર શૌચાલય તરફ ગયા હતા. થોડા સમય પછી સ્વજન ત્યાં પહોંચી ગયા પણ ત્યાં એક જ બાળક હાજર હતું. અહીથી ચાર વર્ષની બાળકી જ્હાનવી ગાયબ હતી. હવે બાળકી ક્યાં ગઈ? તે શોધવા માટે આમ-તેમ ફાંફાં મારવા લાગ્યા.

હળવદ બિનવારસી હાલતમાં બાળકી મળી
ખરેખર બાળકીને અહીંયાં ફરતા બે દારૂડિયા ભરબપોરે ઉપાડીને લઈ ગયા હતા. આ બંને દારૂડિયાઓ ધ્રાંગધ્રા અને ત્યાંથી હળવદ તરફ આગળ જતા હોવાની બાતમી અને કેટલાક સીસીટીવી પોલીસને મળ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ કરી તો એક જગ્યાએ ચાર વર્ષની બાળકી બિનવારસી મળી આવી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતા બાળકીને ભીખ મંગાવવા કે વેચવા માટે આ આખું તરકટ થયું હતું, તે થિયરી સામે તપાસ કરી રહ્યા છે.

આરોપીઓ બાળકીનું અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા
આ માસૂમ બાળકીનું અપહરણ કરનાર આરોપીઓને પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે પકડતા અપહરણનો ભેદ ઉકેલાયો હતા. બન્નેએ દારૂના નશામાં બાળકીનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું હતું. અપહરણ કરનાર આરોપીઓ અરવિદ ચૌહાણ અને સરમન વાઘેલા છે, તેઓએ ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી અપહરણ કર્યું પરંતુ, પોલીસનો ડર લાગતા વિરમગામ નજીક બિનવારસી મૂકીને ફરાર થઇ ગયા. ઘટનાની વાત કરીએ તો 4 વર્ષની બાળકીનું સાણંદ બ્રિજ નજીકથી આરોપીઓ અપહરણ કરીને રિક્ષામાં લઈ ગયા હતા. બાળકીના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી..પોલીસે તપાસ કરતા બાળકી બિનવારસી હાલતમાં વિરમગામ નજીકથી મળી આવી હતી.

બાળકી પાસે ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું
પકડાયેલ આરોપી અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલા સાળા બનેવી થાય છે. આરોપી અરવિંદ કચ્છનો રહેવાસી છે, જ્યારે સરમન મોરબીનો રહેવાસી છે.. તેઓ સાવરણી બનાવવાના ધંધા માટે અમદાવાદ આવ્યા હતા. સરખેજ નજીક ફૂટપાથ પર રહીને તેઓ સાવરણી બનાવીને વેચવાનો ધંધો કરતા હતા.. આ બાળકી પણ પોતાના પરિવાર સાથે ફૂટપાથ નજીક રહેતી હતી. બાળકીને ભીખ મંગાવવાના ઇરાદે બંને આરોપી નશામાં બાળકીને લઈ ગયા હતા પરંતુ, પોલીસના ડરથી બાળકીને સલામત છોડી દીધી હતી. સરખેજ પોલીસે અપહરણ કેસમાં સાળા બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. અપહરણ કેસમાં પકડેલા બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ બાળકીના અપહરણ પાછળ હ્યુમન ટ્રાફિકિંગ, ભીખ મંગાવવા કે અન્ય કોઈ અદાવતની શંકાને લઈને વધુ તપાસ શરૂ કરી છે.


Spread the love

Related posts

ગુજરાતમાં આગામી 24 કલાક ઠંડો પવન ફૂંકાશે:ઉ. ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ, પણ વરસાદ પડશે નહીં

Team News Updates

25થી વધુ દુકાનો બળીને ખાખ:અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં મોડી રાતે ભીષણ આગ; ફાયરબ્રિગેડની 10 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Team News Updates

 10 હજાર કરોડની છે યોજના ન્યુયોર્ક જેવો ટાવર સિંધુ ભવન ખાતે બનશે,અમદાવાદને મળશે નવું નજરાણું

Team News Updates