News Updates
RAJKOT

હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

Spread the love

રાજકોટમાં નવુ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં આગામી 1લી જુલાઈથી રાજકોટ-ઉદયપુર અને રાજકોટ-ઈન્દોર બે નવી ડેઈલી ફલાઈટની ઉડાન શરૂ કરવામાં આવનાર છે. ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ અગાઉ 1લી મેથી ઈન્દોર અને ઉદયપુરની ડેઈલી હવાઈ સેવાની જાહેરાત કરી હતી, પરંતુ બંને ફ્લાઇટનું ઉડ્ડયન પાછું ઠેલાતા હવે 1 જુલાઈથી આ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ડેઈલી ફલાઈટના ઉડ્ડયનનું સમયપત્રક જાહેર
પ્રાપ્ત વિગત મુજબ ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ તા.1 જુલાઈથી રાજકોટ-ઈન્દોર અને રાજકોટ-ઉદયપુર ડેઈલી ફલાઈટના ઉડ્ડયનનું સમયપત્રક જાહેર કર્યું છે. જે મુજબ રાજકોટથી ઉદયપુર સવારે 8.40 ટેકઓફ થઈ 9.35 કલાકે ઉદયપુર લેન્ડ થશે. પરત ઉદયપુરથી સવારે 10.15 ટેકઓફ થઈ 11.35 કલાકે રાજકોટ આવશે. જયારે રાજકોટ-ઈન્દોર ફલાઈટ સવારે 11.55 કલાકે ટેકઓફ થઈ 14.00 કલાકે ઈન્દોર પહોંચશે અને સવારે 6.30 કલાકે ઈન્દોરથી ટેકઓફ થઈ સવારે 8.20 કલાકે રાજકોટ આવશે. ઈન્દોર અને ઉદયપુરની સીધી ફલાઈટ શરૂ કરવા રાજકોટના વિવિધ સંગઠનો અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી માંગને લઈ ઈન્ડિગો એરલાઈન્સે આ બંને ડેઈલી ફલાઈટ ઉડાડવા નિર્ણય કર્યો છે.

મેટ્રો શહેરને જોડતી વિમાની સેવામાં વધુ બે સ્થળોનો ઉમેરો
​​​​​​​
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટમાં મુંબઈ-દિલ્હી, બેંગ્લોર, સુરતની ડેઈલી સેવા સાથે ગોવા માટે સપ્તાહમાં 3 દિવસ હવાઈ સેવા ઉપલબ્ધ છે. તેવા સમયે આગામી તા.1 જુલાઈથી ઉદયપુર અને ઈન્દોરની બે ફલાઈટનો ઉમેરો થનાર છે. રાજકોટથી દેશનાં અન્ય મેટ્રો શહેરને જોડતી વિમાની સેવામાં વધુ બે સ્થળોનો ઉમેરો થતાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓ, પર્યટકો, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ, મુસાફરોને તેનો મોટો લાભ મળશે.


Spread the love

Related posts

RAJKOT:દાળ-ચોખા અને સ્નેલ સેલ્સના મિશ્રણથી બન્યું છે રંગ ઘર,આસામની પ્રાચીન ધરોહરને મળ્યું 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનું સન્માન

Team News Updates

30 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો, રાજકોટમાં આરોગ્ય વિભાગે

Team News Updates

ભીષણ ગરમીને લઈ એલર્ટ:રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર, બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ

Team News Updates