News Updates
GUJARATUncategorized

KHODALDHAM હંમેશા લોકસેવાર્થે/ ગુજરાતનાં ૮ જીલ્લાઓમાં ખોડલધામ ખડેપગે

Spread the love

બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામની માનવતાભરી કામગીરી: 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા

શ્રી નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કર્યા

તા.૧૪,રાજકોટઃ બિપોરજોય વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં મંડરાઈ રહ્યો છે ત્યારે હર હંમેશા આપત્તિ સમયે નાતજાત ભૂલીને છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડેપગે રહેતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા આ આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને 1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે અને વહીવટી  તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.

રાજકોટ ખાતે ફૂડ પેકેડ તૈયાર કરવા માટે આશરે 150થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે. તૈયાર કરાયેલા ફૂડ પેકેટને વ્યવસ્થિત પેક કરીને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે.

બે દિવસ શ્રી ખોડલધામ મંદિર બંધ રહેશે

બિપોરજોય વાવાઝોડાના કારણે દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને અને સરકારશ્રીના નિયમ અનુસાર આગામી તારીખ 14 અને 15 જૂનના રોજ શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ત્યારબાદ સરકારશ્રીની સૂચના મુજબ મંદિર રાબેતા મુજબ ચાલુ થશે જેની સર્વે દર્શનાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે.

આઠ જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ

બિપોરજોય વાવાઝોડાને લઈને ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આ જિલ્લાના લોકોને મદદરૂપ થવાના હેતુથી શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે.


Spread the love

Related posts

“ખાખી વસ્ત્રોમાં વિડીયો” બનાવનારા પર અંકુશ, ડીજીપીનો પરીપત્ર….

Team News Updates

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

Team News Updates

PM મોદી જામનગરમાં: પ્રદર્શન મેદાનમાં પ્રધાનમંત્રીને સાંભળવા જનમેદની ઉમટી પડી,ગુજરાતમાં આજની ચોથી જાહેરસભાને સંબોધશે

Team News Updates