એક બોટાદ નો છોકરો નાનપણથી જ એકટીંગ નો કીડો સળવળે.સ્કુલમાં પણ નાટકોમાં ભાગ લેવાનો ચાન્સ મળે એટલે તરતજ પકડી લે.કેટલીયે વાર એવું બનતું કે એકઝામની તૈયારી કરતા એકટીંગ ની તૈયારીમાં વધુ મહેનત કરતો! પરંતુ સ્કુલોમાં તો કેટલી એકટીંગ થાય?
વધુમાં વધુ એન્યુઅલ ફંકશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો,ધેટસ ઇટ. જોત જોતામાં ૧૦મું ધોરણ પુરૂ થયુ,હવે કઇ સ્ટ્રીમ લેવી તે વિશે વિચારવાનુ શરૂ થાય એ પહેલા તો એ છોકરો ભયંકર બિમાર પડયો. બિમારી પણ એવી કે સળંગ ૧વર્ષ સુધી પથારીવશ રહેવુ પડયુુ. મા-બાપને ચિંતા કોરિ ખાતી હતી કે આ છોકરાનું હવે શુ થશે.પરંતુ ઇશ્વર કંઇક અલગ જ ગેમ રમવાના મુડ માં હતા. આ માંદગીએ જ એના કરિયરને અદભુત ટર્ન આ આપ્યો.વિડિયો અને તસ્વીરો સાથે આ સમાચાર અત્યારે વિગતવાર ન્યુઝ અપડેટ્સ પર વાંચી રહ્યા છો.
ઋત્વિક વાલીઓને સલાહ આપતા કહે છે કે,”દરેક માતા-પિતા બાળકોને ગમતી બાબતોમાં આગળ વધવામાં સપોર્ટ કરે તે ખુબ જ જરુરીર છે”. હાલમાં જે લોકો વિડીયો વાયરલ કરવા અને ફેમસ થવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે તેમના માટે ઋત્વિક મેસેજ આપતા કહે છે કે , આ ફિલ્ડમાં આગળ વધવા માટે તમે સ્ટ્રગલ કરો અને ધીરજ રાખો.
કમાણી કરવી હોય કે ફેમસ થવું હોય, ઇન્સ્ટાગ્રામ સૌથી મોટું પ્લેટફોમ
હવે માત્ર યુટ્યુબ અને ફેસબુક જ નહિ, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ પણ જીવનનો એક હિસ્સો બની ગયું છે, મનોરંજન હોય કે કોઈ અપડેટ નવો ક્રેઝ હોય કે દેશદુનિયામાં બનતી ઘટનાઓ હોય, કે પછી બિઝનેશ હોય આ બધાની જાણ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા થાય છે.
ઇ બધું તો ઠીક, પરંતુ પોતાના બીઝનેસને આગળ વધારવા માટે પણ ઇન્સ્ટાગ્રામ એક મજબુત હથિયાર બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર હાલમાં તો એપ્લિકેશન તમને (યુટયુબની જેમ) સીધા જ પૈસા નથી આપતી, પરંતુ અહિં તમે પ્રમોશન દ્વારા કામની કરી શકો છો.
અત્યારે તો ઘણા ક્રીયેટર ફક્ત ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મહીને લાખોની કમાણી કરતા થઇ ગયા છે.