વિસાવદર તાલુકાના ઇશ્વરિયા ( માંડાવડ ) ગામે મેધ રાજાનું ઝાણે રોદ્ર સ્વરૂપ સતત બે દિવસ થયા મેધરાજા ધમરોળતા ઝાંજેશ્રી નદી જાણે ગાંડીતુર બની છે. અને જે હાલ નવા પુલ બનેલ હોય તેની ઉપર થી પાણી વહી રહ્યું છે.
આજરોજ તારીખ ૧/૭/૨૦૨૩ ના રોજ વહેલી સવારથી ઝાંઝેશ્રી નદી માં ભારે પાણી આવતા પુલ ઉપરથી અવર જવર પણ બંધ થઈ ગઈ છે આતકે ગ્રામ જાનો બહોળી સંખ્યામાં પુર જોવા એકઠા થયેલ અને લોક મુખે તરહ તરહ ની ચર્ચા થઈ રહી છે.
આવું પુર ૧૯૮૨ – ૮૩ ના વાવાઝોડાં માં આવેલ છે. ત્યાર પછી આવું પુર ક્યારેય જોવા મળેલ નથી નીચાણ વાળા વિસ્તાર ના લોકો પણ ડર ના મારે સલામત સ્થળે જવા તૈયાર થયેલ છે. આ લખાય ત્યારે વરસાદ અવરિત ચાલુહોય અને ખેડૂત પણ ચિંતિત છે. કારણ કે વાવેલ પક પણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.
(વિસાવદર )