News Updates
RAJKOT

આયુર્વેદિક સીરપનો નશો!:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે 5 ટ્રક ભરેલી 6 બ્રાન્ડની 73275 બોટલ સીરપ પકડી, આલ્કોહોલની પ્રમાણ જાણવા FSLની મદદ લીધી

Spread the love

વિદેશી દારૂ, ચરસ, ડ્રગસ અને ગાંજાના દુષણ બાદ હવે આયુર્વેદિક સીરપનું દુષણ યુવાનોમાં વધતુ જોવા મળી રહ્યું છે. પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે વ્હેંચાતા નશીલા પદાર્થને અટકાવવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સૂચના આપતા રાજકોટ ક્રાઇમની ટિમ દ્વારા બાતમીના આધારે રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સીરપનું સપ્લાય થાય તે પૂર્વે 5 ટ્રકમાં 73,275 બોટલ સીરપ કબ્જે કરી કુલ 73 લાખથી વધુ મુદામાલ કબ્જે કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં અલગ અલગ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે નશીલા પદાર્થનું યુવાનો સેવન કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આ દુષણ અટકાવવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસને સૂચના આપી હતી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી ટી ગોહિલ અને ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં આયુર્વેદિક સીરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે માટે વોચ ગોઠવી એક સાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલા 5 ટ્રકો મળી આવતા પોલીસે તેને અટકાવી તલસી લેતા અલગ અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે.

બાતમીના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પલેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલા પાંચ જેટલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ ગણાતી સીરપની 73275 બોટલો મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં ટ્રકમાંથી ગીતાંજલી દ્રાક્ષાસવ સ્પેશ્યલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ.73,27,500 જેટલી થવા જાય છે.

પોલીસે હાલ આ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ તેની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ સીરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો તે સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તાજેતરમાં જ રૂરલ પોલીસે શાપર વેરાવળમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને સીરપના નામે નશાકારક પ્રવાહીનો જથ્થો પકડી પાડ્યો હતો ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે આટલો મોટો જથ્થો પકડ્યો છે ત્યારે રાજકોટમાં મોટાપાયે નશાકારક સીરપનું વેચાણ થઈ રહ્યું હોવાની આશંકા નકારી શકાતી નથી.


Spread the love

Related posts

7,000 વિદ્યાર્થીઓને ટૂથ બ્રસ- ટૂથ પેસ્ટ કીટ,400 દર્દીઓને દાંતના ચોકઠાં, 100ને રૂટ કેનાલ,ડેન્ટલ હાઇજિનની માહિતી આપશે,રોટરી ક્લબનો 32 લાખનો સેવા પ્રોજેક્ટ

Team News Updates

RAJKOT:ઘટનાસ્થળે મોત નીપજ્યું ટ્રક અડફેટે શિક્ષિકાનું :મોરબી રોડ પર સ્કૂલેથી છૂટી પરત ઘરે જતા સમયે તોતિંગ વ્હીલ મહિલા પર ફરી વળતા મોત

Team News Updates

RAJKOT:આશ્રમમાં ગાંજાનું વાવેતર મળ્યું હતું:રાજકોટના વાગુદડમાં સાધુનો સરકારી જમીન પરનો આશ્રમ તોડી પડાશે,મામલતદારે ત્રણ મુદ્દત આપી છતાં એકેય અનુયાયી ખુલાસો કરવા આવ્યો નહીં

Team News Updates