News Updates
GUJARAT

ટ્રક ડ્રાઈવરોનું બલ્લે-બલ્લે:હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર લગાવી મહોર

Spread the love

લાંબા અંતરની ટ્રકોની કેબિનની અંદર એર કન્ડીશનીંગની સર્વિસ હવે ફરજિયાત કરવામાં આવી છે. આ અંગેના ડ્રાફ્ટ નોટિફિકેશનને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી દીધી છે. ગડકરીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “N2 અને N3 કોટોગરીની ટ્રકોની કેબિનમાં હવા. એર કન્ડીશનીંગ સિસ્ટમની લગાવવી ફરજિયાત બનાવવા માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે.

ગડકરીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટ્રક ડ્રાઇવરોને તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આરામદાયક કામ કરવાની પરિસ્થિતિ અને લાંબી મુસાફરી માટે દરમિયાન ડ્રાઇવરોને લાગતા થાકને ઘટાડવાનો છે.

માર્ગ સલામતીમાં ટ્રક ડ્રાઇવરોનું યોગદાન
ગડકરીએ એમ પણ કહ્યું હતું કે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં ટ્રક ડ્રાઈવરો મહત્વની ભૂમિકા ભજવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઈવરો માટે આરામદાયક કામ કરવાની સ્થિતિ સર્જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ડ્રાઇવરની થાકની સમસ્યાને દુરકરશે.

ગયા મહિને, ગડકરીએ કહ્યું હતું કે ટ્રક ડ્રાઇવરો પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે, અને તેમની કામ કરવાની પરિસ્થિતિઓ અને મનની સ્થિતિ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

પીટીઆઈના એક અહેવાલ મુજબ, ગડકરીએ કહ્યું હતું કે ટ્રકો માટે એરકન્ડિશન્ડ કેબિન ફરજિયાત કરવામાં આવશે. ટ્રક ડ્રાઇવરોને ભારે ગરમીની સ્થિતિમાં કામ કરવાની ફરજ પડે છે, આ બાબતે દુખ વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ટ્રક ડ્રાઈવરો માટે એરકન્ડિશન્ડ કેબિન માટે દબાણ કરી રહ્યા છે, જ્યારે “કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો”.એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી ખર્ચમાં વધારો થશે.

સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગનો બિઝનેસ બમણો કરશેઃ ગડકરી
નીતિન ગડકરીએ તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગનું ટર્નઓવર હાલના રૂ. 7.5 લાખ કરોડથી બમણું કરીને રૂ. 15 લાખ કરોડ કરવાની આશા છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક જાહેર સભામાં બોલતા ગડકરીએ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની સિદ્ધીઓ જણાવી હતી.

ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર 7.55 લાખ કરોડ રૂપિયા છે અને આ સેક્ટરમાં સાડા ચાર કરોડ લોકોને નોકરી મળી છે. આ ઉદ્યોગ સરકારને મહત્તમ જીએસટી ચૂકવે છે. સરકારે નક્કી કર્યું છે કે આ ઉદ્યોગને 15 લાખ કરોડ રૂપિયાનો બનાવાશે. તેમણે કહ્યું કે આ ઉદ્યોગ દસ કરોડ નોકરીઓનું સર્જન કરશે

ગડકરીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે ભારતે ઓટોમોબાઈલ ઉત્પાદનમાં જાપાનને પાછળ ધકેલી દીધું છે અને વૈશ્વિક સ્તરે ચીન અને અમેરિકા બાદ ત્રીજા સ્થાને આવી ગયું છે.


Spread the love

Related posts

ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણનાં ઓન ધ સ્પોટ મોત; ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટથી આખે આખી ટ્રક જ સળગી ગઈ

Team News Updates

90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન

Team News Updates

ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં લાગી આગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની આંખમાં બળતરા

Team News Updates