News Updates
GUJARAT

અંબાજી પરિક્રમા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર, ST દ્વારા દોડાવાશે વિશેષ બસ, જાણો

Spread the love

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પરિક્રમા મહોત્સવ માટે રાજ્ય અને દેશમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ માટે ST વિભાગે પણ પરિવહનની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે.

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રતિ વર્ષ યોજાતા પરિક્રમામ મહોત્સવને લઈ આ વર્ષે કેટલાક ફેરફાર સાથે સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અંબાજી ગબ્બર પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત અને રાજ્ય બહારથી ઉમટી પડશે. જેને ધ્યાને રાખીને વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ માટે મહાપ્રસાદથી લઈને તમામ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

ST દ્વારા 750 બસ દોડાવાશે

આ દરમિયાન અંબાજીને જોડતા રુટ પર દૈનિક 750 બસ દોડાવવામાં આવશે. આ માટે પાંચ દિવસ માટે હિંમતનગર, મહેસાણા અને પાલનપુર સહિતના એસટી વિભાગ દ્વારા વિશેષ બસ દોડાવવામાં આવશે. જે ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરના જોડતા રુટ સહિતની બસ દોડાવવામાં આવશે. જેને લઈ શ્રદ્ધાળુઓ પરિક્રમા મહોત્સવમાં આવવા જવા માટે સરળતા અનુભવશે.

ભાદરવી મેળાની જેમ જ એસટી વિભાગ દ્વારા વિશેષ સગવડતા ઉભી કરીને એસટીની બસોના રુટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા વિસ્તારમાંથી 80 બસો દોડાવવામાં આવનાર છે. આમ રાજ્યભરમાંથી એસટી બસોના નિયત રુટ ઉપરાંત વધારાના રુટને જોડવામાં આવનાર છે.

રોશનીથી સજાવાયુ અંબાજી

અંબાજીને સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે. અંબાજી મંદિરથી લઈને ગબ્બર અને પરિક્રમા વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર રોશની કરવામાં આવી છે. આમ ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી ફરી એકવાર સુંદર રીતે ઝળહળી ઉઠશે.


Spread the love

Related posts

Panchmahal:બે જોડિયાં અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી દીધાં;ગોધરામાં કોમન પ્લોટમાં

Team News Updates

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

Team News Updates

‘SINGHAM’ મામલતદાર CHINTAN VAISHNAVની ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી

Team News Updates