News Updates
NATIONAL

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ

Spread the love

હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં બિહાર અને તેલંગાણા સિવાય દેશનાં તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

ઉત્તરાખંડના ચમોલીમાં પહાડો પરથી પથ્થરો પડવાના કારણે બદરીનાથ હાઈવે પણ બંધ છે. છેલ્લા 10 દિવસમાં આ હાઈવે ચોથી વખત બંધ કરવામાં આવ્યો છે. જ્યારે, પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં શુક્રવારે વાદળ ફાટવાના કારણે પુલ ધોવાઈ ગયો હતો. અહીં ચલ ગામમાં 200 લોકો ફસાયેલા છે. બચાવકાર્ય માટે ગયેલી SDRFની ટીમ પણ ફસાઈ ગઈ હતી.

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં ગુરુવારે વીજળી પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યા. કેરળના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. કન્નુર, કાસરગોડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલપ્પુઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં રસ્તાઓ પર હોડી ચલાવવી પડી હતી. એક હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રાને બંને રૂટ પર રોકી દેવામાં આવી છે
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારસુધીમાં 80 હજારથી વધુ લોકો અમરનાથનાં દર્શન કરી ચૂક્યા છે.

કેવા રહેશે આગામી 24 કલાક…

આ રાજ્યોમાં ભારે વરસાદ થશેઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા , છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ.

આ રાજ્યોમાં હળવો વરસાદ પડશે: બિહાર, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશેઃ આંધ્રપ્રદેશના રાયલસીમા, મહારાષ્ટ્રના મરાઠાવાડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં વરસાદની અપેક્ષા નથી.


Spread the love

Related posts

Knowledge:કાળો જ કેમ હોય છે યુનિફોર્મ સ્પેશિયલ કમાન્ડો ફોર્સનો 

Team News Updates

આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર 7 કલાક ચર્ચા:કોંગ્રેસમાંથી સોનિયા અને ભાજપમાંથી નિર્મલા સીતારમણ મુખ્ય વક્તા હશે; YSR કોંગ્રેસે બિલને સમર્થન આપ્યું

Team News Updates

ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે બટાકાની આ 3 જાતો, જાણો શું છે તેના ફાયદા

Team News Updates