News Updates
GUJARATJUNAGADH

જિલ્લા તથા પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023 નું આયોજન કરવામાં આવ્યું

Spread the love

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિ.એસ.ટી. ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023 નું આયોજન કરવા માં આવેલ છે જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા 31 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ ની સમજણ રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ થી બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમશીયાઓ નું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા આ પ્રોજેક્ટ કરવા માં આવે છે શિક્ષકો તથા વાલીઓ પણ પોતાના બાળકો ને ગાઈડ કરી આ પ્રોજેક્ટ સંશોધન કરાવી શકે છે જેમા બાળકોની ઉમર 10વર્ષ થી 17 વર્ષ હોઈ તે આ પ્રોજેક્ટ માં જોડાઈ શકે છે આ સ્પર્ધાસપ્ટેમ્બર માસમાં અથવા ઓક્ટોબર માં જિલ્લા માં યોજાશે.આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે આ પ્રોજેક્ટ નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ મુકવામાં આવેલ છે અને હાલ તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવેલ છે.

જેમની છેલ્લી તા.5 ઓગષ્ટ છે જેમની લીંક https://forms.gle/j6ZtUgNgAUgL5vFU8
આ પ્રોગ્રામમાં જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા માંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવા માં આવેલ છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .
આભાર
વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ નો સંપર્ક કરવો જણાવાયું છે 9429433449/9979438533

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા (કેશોદ)


Spread the love

Related posts

3.4 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો લખપતના દયાપરમાં, 25 કિમી દૂર પાકિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ લખપતથી 

Team News Updates

જુઓ FREE: “THE KERALA STORY” માતાઓ અને બહેનો માટે એકદમ ફ્રી…

આજથી શરૂ થયો પિતૃ પક્ષ, જાણો તેનું મહત્વ, તર્પણ પદ્ધતિ અને મંત્ર

Team News Updates